શોધખોળ કરો
Advertisement
Hockey Pro League : ઓસ્ટ્રેલિયા સામે 2 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત
આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ હોકી પ્રો લીગમાં ઓસ્ટ્રેલિયા સામેની 2 મેચ માટે ભારતીય ટીમ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ હોકી પ્રો લીગમાં ઓસ્ટ્રેલિયા સામેની 2 મેચ માટે ભારતીય ટીમ મંગળવારે જાહેર કરવામાં આવી હતી. 24 સભ્યોની ટીમની કેપ્ટનશીપ મનપ્રીત સિંઘને સોંપવામાં આવી હતી.
ભારત 21 અને 22 ફેબ્રુઆરીએ વર્લ્ડ નંબર 2 ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. આ બંને મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. હાલમાં ભારતીય ટીમ વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાન પર છે. તાજેતરમાં એફઆઈએચ વર્લ્ડ રેન્કિંગમાં નંબર 4 પર પહોંચેલી ભારતીય ટીમે પ્રથમ પ્રો લીગ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી, જ્યારે બીજી ગેમમાં 2-3- 2-3થી હારી હતી.
ભારતીય ટીમ: શ્રીજેશ પરતુ રવીન્દ્રન, કૃષ્ણ પાઠક, અમિત રોહિદાસ, સુરેન્દ્ર કુમાર, બિરેન્દ્ર લકડા, હરમનપ્રીત સિંઘ (વાઇસ કેપ્ટન), વરુણ કુમાર, ગુરિન્દર સિંઘ, રુપિંદર પાલ સિંઘ, મનપ્રીત સિંઘ (કેપ્ટન), વિવેક સાગર પ્રસાદ, હાર્દિક સિંઘ, ચિંગલેન્સના સિંઘ, રાજ કુમાર પાલ, આકાશદીપ સિંઘ, સુમિત, લલિત ઉપાધ્યાય, ગુરસાહિબજિત સિંઘ, દિલપ્રીત સિંઘ, એસવી સુનિલ, જર્મનપ્રીત સિંઘ, સિમરનજીત સિંઘ, નીલકાંત શર્મા અને રમન દીપસિંહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion