શોધખોળ કરો
Advertisement
આસારામ, રામ રહીમ નથી બચી શક્યા તો શમી શું ચીજ છે ? હસીન જહાં
શમીની પત્ની હસીન જહાંએ મંગળવારે કહ્યું કે, જ્યારે આસારામ અને રામ રહીમ જેવા લોકો કાનૂનથી બચી નથી શક્યા તો શમી પણ નહીં બચી શકે. તેના કર્મોની સજા મળશે. શમીને બીસીસીઆઈનું સમર્થન છે અને કેટલાક મોટા ખેલાડીઓ પણ સમર્થન કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની વચ્ચે વિતેલા દોઢ વર્ષથી ચાલી રહેલો વિવાદ હવે ધરપકડ વોરન્ટ સુધી પહોંચી ગયો છે. પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, રેપ, હત્યાની કોશિ અને ઘરેલુ હિંસા જેવા લગાવવામાં આવેલ ગંભીર આરોપને કારણે પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટમાં શમી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.
વર્ષ 2018માં મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. શમી અને તેના ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અંતર્ગત કોલકાતાની કોર્ટે શમીને કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. શમી કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહ્યો અને ACJMએ તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. કોર્ટે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા જણાવ્યું છે. કોલકાતા કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જો 15 દિવસમાં મોહમ્મદ સમી કોર્ટમાં હાજર થતા નથી તો તેમની ધરપકડ કરવામાં આવે.
શમીની પત્ની હસીન જહાંએ મંગળવારે કહ્યું કે, જ્યારે આસારામ અને રામ રહીમ જેવા લોકો કાનૂનથી બચી નથી શક્યા તો શમી પણ નહીં બચી શકે. તેના કર્મોની સજા મળશે. શમીને બીસીસીઆઈનું સમર્થન છે અને કેટલાક મોટા ખેલાડીઓ પણ સમર્થન કરી રહ્યા છે. નહીંતર તે તેની ભૂલ સુધારત પરંતુ કેટલાક ધમકાવતા લોકોના કારણે તેણે આમ નથી કર્યું. હું છેલ્લા દોઢ વર્ષથી લડાઈ લડી રહી છું. હું આશા ગુમાવી રહી હતી, આર્થિક રીતે પણ હું મજબૂત નથી અને મને કોઈનું સમર્થન પણ નથી. હું ઘણી મહેનત કરી રહી છું પરંતુ મેં હાર નથી માની. એવું લાગી રહ્યું હતું કે આ મામલો દબાઈ ગયો છે પરંતુ અલ્લાહનો આભર છે કે સચ્ચાઈની જીત થઈ છે. મેં જેટલા પર આરોપ લગાવ્યા છે તે સાચા સાબિત થશે. શમીએ આ પહેલા પણ પત્નીએ તેના પર લગાવેલા આરોપો ખોટા હોવાનું કહી હસીને તેને દગો આપ્યો હોવાનું કહ્યું હતું. શમીના કહેવા મુજબ તેને બાદમાં માલુમ પડ્યું કે આ તેની પત્નીના બીજા લગ્ન હતા. ઉલ્લેખનીય છે કે હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા. હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા. UP: વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે 5 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ અમદાવાદમાં પડતા ભૂવાનો આ રીતે ઉકેલ લાવશે કોર્પોરેશન, જાણો વિગત 15,000 કિંમતની સ્કૂટીનો ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000 રૂપિયાનો દંડ, જાણો વિગતેHasin Jahan,Cricketer Mohd Shami's wife on arrest warrant issued against Shami in domestic violence case: I'm grateful to judicial system. I have been fighting for justice more than a year now. You all know, Shami thinks that he is all too powerful, that he is a big cricketer. pic.twitter.com/5lNvTN8kgs
— ANI (@ANI) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement