શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટરે ખેલાડીઓને માં-બહેનની ગાળ આપવા પર લગાવ્યો હતો પ્રતિબંધ!
1/5

નવી દિલ્હીઃ ક્રકેટ જગતમાં કેપ્ટન કુલના નામથી જાણીતા ધોની મેદાન પર પોતાના નિર્ણયથી હંમશા વિરોધી ટીમને ચોંકાવી દેતા હતા. મેદાનમાં વાતાવરણ કેટલું પણ તનાવપૂર્ણ કેમ ન હોય ધોની ક્યારેય અસહજ થતા ન હતા અને હંમેશા શાંત રહે છે. ધોની પોતાના ઉપરાંત ટીમના ખેલાડીઓને પણ સંયમિત રાખ્યા. ભરત સુંદરેશનના પુસ્તક ધ ધોની ટચમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાનના હવાલાથી જણાવ્યું છે કે, ધોનીએ તેના તમામ ખેલાડીઓને મા-બહેનની ગાળ આપવાની મનાઈ ફરમાવી હતી.
2/5

વર્ષ 2008નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ધોનીની કેપ્ટનશીપ હેઠળનો પહેલો વિદેશ પ્રવાસ હતો. ઓસ્ટ્રેલિયા ટીમ પોતાની આક્રમકતા માટે ઓળખાય છે અને મેદાનમાં સ્લેજિંગ માટે પણ પ્રખ્યાત છે, પરંતુ ધોનીએ પોતાના ખેલાડીઓને કોઈ પણ વિરોધ પર પોતાની જાત પર સંયમ રાખવાનું કહ્યું હતું.
Published at : 23 Jul 2018 08:01 AM (IST)
View More





















