નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સોમવારે જાહેર થયેલા ICC વનડે રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન પર યથાવત છે. કોહલી 884 પોઈન્ટની સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે, તો વનડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા 842 પોઈન્ટની સાથે બીજા સ્થાને છે. ટોપ-10માં સામેલ અન્ય એક ભારતીય શિખર ધવન 802 પોઈન્ટની સાથે રેન્કિંગમાં પાંચમાં સ્થાને છે.
2/3
ભારતીય ટીમ રેન્કિંગમાં 122 પોઈન્ટથી સાથે બીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડ 127 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઈંગ્લેન્ડે નંબર-1નું સ્થાન બચાવવા માટે 10 ઓક્ટોબરથી શ્રીલંકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી પાંચ મેચોની વનડે શ્રેણી જીતવી પડશે.
3/3
બોલરોમાં જસપ્રીત બુમરાહ 797 પોઈન્ટની સાથે પ્રથમ ક્રમે છે. સ્પિનર કુલદીપ યાદવ 700 પોઈન્ટની સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે.