કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પ્રથમ વખત ટોપ-10 બોલર્સમાં સ્થાન મળ્યું છે. કુલદીપ 723 પોઈન્ટ સાથે ત્રીજા અને ચહલ 683 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે.
2/4
બોલર્સની યાદીમાં બુમરાહ 841 પોઈન્ટ સાથે ટોચ પર છે.
3/4
રોહિત શર્માનો સાથીદાર શિખર ધવન બેટ્સમેનોની યાદીમાં ટોપ-10માં સામેલ અન્ય એક ભારતીય છે. તે 767 પોઈન્ટ સાથે આઠમાં સ્થાન પર છે. તેને એક અંકનો ફાયદો થયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 674 પોઈન્ટ સાથે 20માં સ્થાન પર છે.
4/4
દુબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આજે જાહેર થયેલા આઈસીસ વન ડે રેન્કિંગમાં બેટ્સમેન અને બોલરની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી 899 પોઇન્ટ સાથે ટોચ પર છે, જ્યારે રોહિત શર્મા 871 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.