શોધખોળ કરો
Advertisement
T20 ચેમ્પિયનશિપનું આયજન કરશે ICC, BCCI કરી શકે છે વિરોધ, જાણો વિગતે
આઈસીસીના પ્રસ્તાવ પ્રમાણે 2024 અને 2028 માં ટ્વેન્ટી- ટ્વેન્ટી ચેમ્પિયનશિપ કપ જોવા મળી શકે છે, જ્યારે 2025-2029માં વનડે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી શકે છે.
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 2023-31 વચ્ચે T20 ચેમ્પિયનશિપનું આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે. T20 ચેમ્પિયનશિપમાં ટૉપ 10 ટીમો ભાગ લેશે અને તેમની વચ્ચે 48 મેચ રમાશે. ગત વર્ષે રમાયેલા વર્લ્ડકપમાં પણ ટોપ 10 ટીમોએ ભાગ લીધો હતો અને તેમની વચ્ચે 48 મેચ રમાઈ હતી.
આઈસીસીના પ્રસ્તાવ પ્રમાણે 2024 અને 2028 માં ટ્વેન્ટી- ટ્વેન્ટી ચેમ્પિયનશિપ કપ જોવા મળી શકે છે, જ્યારે 2025-2029માં વનડે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી શકે છે. આ દરમિયાન 2026 અને 2030માં ટ્વેન્ટી- ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જ્યારે 2007 અને 2031માં વનડે વર્લ્ડ કપ જોવા મળશે.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની તર્જ પર 50 ઓવર ચેમ્પિયનશિપ કપનું આયોજન કરવામાં આવી શકે છે. આઈસીસીએ આ અંગે મેમ્બર્સ પાસે 15 માર્ચ સુધી સલાહ-સૂચનો માંગ્યા છે. તેના બાદ આ અંગે ફાઈનલ નિર્ણય લેવામાં આવશે.
આઈસીસીનો આ પ્રસ્તાવ બીસીસીઆઈ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ના પણ પસંદ આવે. આ ત્રણેય દેશોના ક્રિકેટ બોર્ડ અગાઉ બે દેશો વચ્ચે સીરિઝ રમાડવા પર જોર આપતા રહ્યા છે. જો આઈસીસી આ આયોજન કરશે તો તેની સીધી અસર બન્ને દેશો વચ્ચે રમાનારી ક્રિકેટ સીરિઝ પર પડશે. આઈસીસી મહિલા ક્રિકેટમાં પણ ટ્વેન્ટી-ટ્વેન્ટી અને 50 ઓવર્સની ચેમ્પિયનશિપ રમાડવા પર વિચાર કરી રહ્યું છે.
IPL 2020નો શેડ્યૂલ જાહેર, એક ક્લિકમાં જાણો ક્યારે-ક્યાં કઈ ટીમો વચ્ચે થશે ટક્કર
ટીમ ઈન્ડિયાના આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ કર્યો કમાલ, બે મહિનામાં ફટકારી 2 બેવડી સદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion