પાકિસ્તાન ત્રિકોણીય શ્રેણી જીતીને ટોચના સ્થાને યથાવત છે. તેના 132 અને ભારતના 124 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા (122) ત્રીજા, ઈંગ્લેન્ડ (121) ચોથા અને ન્યૂઝિલેન્ડ (117) પાંચમાં નંબર પર છે.
2/5
નવી દિલ્હી: આઈસીસી ટી-20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજા સ્થાને પહોંચી ચૂકી છે. ઈંગ્લેન્ડ સામે 2-1થી શ્રેણી વિજયનો ફાયદો મળ્યો છે. ટીમ ઈન્ડિયા સીરિઝ જીતતા પહેલાં ત્રીજા સ્થાને હતી.
3/5
કે.એલ. રાહુલ બેટ્સમેનના રેન્કિંગમાં 9 સ્થાનનો કૂદકો મારીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે રોહિત શર્મા 11માં સ્થાને (બે સ્થાનનો ફાયદો) અને વિરાટ કોહલી ચાર સ્થાનના નુકસાન સાથે 12માં ક્રમે પહોંચ્યો છે.
4/5
અત્યારે તે 891 પોઈન્ટ સાથે ટોપ પર છે. ફિન્ચ ટી-20 રેન્કિંગમાં 900 રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કરનારો પ્રથમ બેટ્સમેન છે. પાકિસ્તાનનો ફખર ઝમાન બીજા સ્થાને છે.
5/5
ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ ત્રણ સ્થાનનો કૂદકો મારીને 1 નંબરનો બેટ્સમેન બની ગયો છે. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 172 રનની ઈનિંગ્સ રમી હતી, જેના કારણે તેના રેટિંગ પોઈન્ટ 900 થઈ ગયા હતા.