શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનથી અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં થયો ફાયદો, ટોપ-10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય
અશ્વિન ICC ટેસ્ટ રેન્કિંગમાં 3 પોઇન્ટના વધારા સાથે 10માંથી 7 ક્રમે પહોંચી ગયો છે. અશ્વિનના 792 પોઇન્ટ છે.
પુણેઃ ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 137 રનથી શાનદાર વિજય થયો હતો. જીત સાથે જ ભારતે શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે. આ ઉપરાંત ઘરઆંગણે સતત 11મી શ્રેણી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની હતી. મેચમાં સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ લીધી હતી. જેનો ફાયદો તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે.
અશ્વિન ICC ટેસ્ટ રેન્કિંગમાં 3 પોઇન્ટના વધારા સાથે 10માંથી 7 ક્રમે પહોંચી ગયો છે. અશ્વિનના 792 પોઇન્ટ છે. ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર જસપ્રીત બુમરાહ ત્રીજા ક્રમે યથાવત રહ્યો છે. બુમરાહના 818 પોઇન્ટ છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં રહાણેને પણ ફાયદો થયો છે. રહાણેએ બીજી ટેસ્ટમાં 59 રનની ઈનિંગ રમવા સહિત કેપ્ટન કોહલી સાથે મળી 159 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે તે ટેસ્ટ રેન્કિંગમાં (721 પોઇન્ટ) નવમાં ક્રમે પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (817 પોઇન્ટ) ચોથા ક્રમે રહ્યો છે. જ્યારે ટેસ્ટમાં કરિયરનો સર્વોચ્ચ સ્કોર (અણનમ 254 રન) બનાવનારા ભારતના કેપ્ટન કોહલી રેન્કિંગમાં બીજા ક્રમે યથાવત રહ્યો છે, પરંતુ તેના પોઇન્ટ (936)માં શાનદાર વધારો થયો હતો. તે સ્મિથથી માત્ર એક જ પોઇન્ટ (937) પાછળ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારથી રાંચીમાં શરૂ થશે. ગુજરાત પેટા ચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ રમશે ઠાકોર કાર્ડ, જાણો વિગત રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર સુરતઃ વરાછામાં બીઆરટીએસની અડફેટમાં આધેડનું મોત, રાજસ્થાનથી આવ્યા હતા સાળાની ખબર અંતર પૂછવા આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ...... ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત⬆️ Ashwin ⬇️ Philander
After taking six wickets in India's win over South Africa in Pune, R Ashwin has continued his rise in the @MRFWorldwide ICC Test Rankings for bowlers. pic.twitter.com/1whGqEfnxk — ICC (@ICC) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement