શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ 18 દેશ રમે છે તો પછી ICCએ 80 દેશોની રેન્કિંગ શા માટે જારી કરી? આ છે મોટુ કારણ
આ રેન્કિંગ લિસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમને બે વાર ટી-20 વર્લ્ડ કપ વિનર વેસ્ટ ઇન્ડીઝ ટીમ અને ટી-20 વર્લ્ડ કપ 2014ની વિનર શ્રીલંકાને પાછળ છોડી દીધી છે.
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 3 મેના રોજ ટી20ની નવી રેન્કિંગ જારી કરી છે. આ રેન્કિંગમાં ખાસ વાત એ છે કે પ્રથમ વખત 80 ટીમો સામેલ કરવામાં આવી છે. આ પહેલા 18 ટીમોની યાદી આવતી રહેતી હતી. આ લિસ્ટમાં 286 પોઈન્ટ સાથે પાકિસ્તાનની ટીમ ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા, બોત્સવાના, લક્ઝેમબર્ગ અને મોઝામ્બિક જેવી ટીમોને પ્રથમ વખત આ રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે.
આ રેન્કિંગ લિસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમને બે વાર ટી-20 વર્લ્ડ કપ વિનર વેસ્ટ ઇન્ડીઝ ટીમ અને ટી-20 વર્લ્ડ કપ 2014ની વિનર શ્રીલંકાને પાછળ છોડી દીધી છે.
અફઘાનિસ્તાન બાદ જો કોઇ ટીમે સારું પ્રદર્શન કર્યું હોય તો તે નેપાળની ટીમ છે. નેપાળની ટીમ 14માંથી 11મા સ્થાન પર પહોંચી ગઇ છે. નેપાળની ટીમે બે ટેસ્ટ પ્લેઇંગ દેશ ઝિમ્બાબ્વે (13) અને આયરલેન્ડ (15)ની ઉપર સ્થાન મેળવ્યું છે. રેન્કિંગ લિસ્ટને વધારવાનો નિર્ણય આઇસીસીએ ગત વર્ષે લીધો હતો. તે અનુસાર 1 જાન્યુઆરી 2019થી આઇસીસી સભ્ય દેશો વચ્ચે રમાયેલી મેચ આંતરરાષ્ટ્રીય મેચ તરીકે ગણવામાં આવશે. આ નવી લિસ્ટમાં મે 2016 બાદ આઇસીસી સભ્ય દેશો સામે 6 મેચ રમી ચુકેલા તમામ સભ્ય દેશોને સામેલ કરવામાં આવ્યા છે.???? RANKINGS UPDATE ????
There's been a BIG @MRFWorldwide Men's T20I Team Rankings update today, with the official table expanding to include 80 teams! Find out where your home team sits in the charts.https://t.co/7hEgt58qNP — ICC T20 World Cup (@T20WorldCup) May 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement