શોધખોળ કરો
દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત, વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અંતિમ મેચ
દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે વનડે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની તૈયારી કરી લીધી છે અને તે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ મેચ રમશે.

માનચેસ્ટર: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ઇમરાન તાહિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે રમાનાર અંતિમ લીગ મુકાબલો રમશે ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.
12માં વર્લ્ડકપની 45મી મેચ સ્પિનરન ઇમરાન તાહિર માટે યાદગાર રહેવાની છે. આ દિવસે સાઉથ આફ્રિકા પોતાની અને વર્લ્ડકપની અંતિ લીગ મેચ રમશે. ઇમરાને વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તૈયારી કરી લીધી છે અને તેની આ અંતિમ વનડે મેચ હશે સાથે તેઓ 107મી વનડે મેચ રમશે.
દક્ષિણ આફ્રિકાના કરિશ્માઈ લેગ સ્પિનર ઇમરાન તાહિરે કહ્યું કે “એક ટીમની જેમ હું પણ આ વર્લ્ડ કપમાંથી વિદાય થવા માંગું છું. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી આ મેચ જીતવા પૂરતા પ્રયાસ કરીશું. હું આ મેચમાંથી વનડે ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છું અને તે પણ મારા માટે ખૂબજ ભાવુક હશે.” તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો તે મારું સપનું હતું. હું તે તમામનો આભાર વ્યક્ત કરવા માંગું છે જેમણે મારા કેરિયરમાં મદદ કરી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જન્મેલા ઇમરાન તાહિરે દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે લગ્ન કર્યા બાદ તે ત્યાંજ વસી ગયો અને ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો હતો. ઇમરાન તાહિરે ફેબ્રુઆરી 2011માં પોતાના વનડે કેરિયરની શરુઆત કરી હતી. અને તે અત્યાર સુધી 172 વનડે વિકેટ ઝડપી ચુક્યો છે.
12માં વર્લ્ડકપની 45મી મેચ સ્પિનરન ઇમરાન તાહિર માટે યાદગાર રહેવાની છે. આ દિવસે સાઉથ આફ્રિકા પોતાની અને વર્લ્ડકપની અંતિ લીગ મેચ રમશે. ઇમરાને વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તૈયારી કરી લીધી છે અને તેની આ અંતિમ વનડે મેચ હશે સાથે તેઓ 107મી વનડે મેચ રમશે.
દક્ષિણ આફ્રિકાના કરિશ્માઈ લેગ સ્પિનર ઇમરાન તાહિરે કહ્યું કે “એક ટીમની જેમ હું પણ આ વર્લ્ડ કપમાંથી વિદાય થવા માંગું છું. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી આ મેચ જીતવા પૂરતા પ્રયાસ કરીશું. હું આ મેચમાંથી વનડે ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છું અને તે પણ મારા માટે ખૂબજ ભાવુક હશે.” તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો તે મારું સપનું હતું. હું તે તમામનો આભાર વ્યક્ત કરવા માંગું છે જેમણે મારા કેરિયરમાં મદદ કરી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જન્મેલા ઇમરાન તાહિરે દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે લગ્ન કર્યા બાદ તે ત્યાંજ વસી ગયો અને ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો હતો. ઇમરાન તાહિરે ફેબ્રુઆરી 2011માં પોતાના વનડે કેરિયરની શરુઆત કરી હતી. અને તે અત્યાર સુધી 172 વનડે વિકેટ ઝડપી ચુક્યો છે. વધુ વાંચો