શોધખોળ કરો

Ind v Eng: ઈંગ્લેન્ડ 161 રનમાં ઓલઆઉટ, પંડ્યાની 5 વિકેટ, ભારતને 168 રનની લીડ

નોટિંઘમઃ ત્રીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ ઈનિંગના 329 રનના સ્કોરનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 38.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપી લીધી. જે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ પાંચ વિકેટ હતી. ઈશાંત શર્મા અને બુમરાહને 2-2 તથા શમીને 1 સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ વતી જોસ બટલરે સર્વાધિક 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનરો કૂક અને જેનિંગ્સે પ્રથમ વિકેટ માટે 54 રનની પાર્ટનરશિપ કરી હતી.  ઈશાંત શર્માએ કૂકને 29 રનના અંગત સ્કોરે વિકેટકિપર પંતના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે પછી બુમરાહે જેનિંગ્સને 20 રન પર પંતના હાથે આઉટ કરાવી ભારતને બીજી સફળતા અપાવી હતી. પોપ 13 રન કરી ઈશાંત શર્માનો શિકાર બન્યો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 75 રન હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 86 રન પર પહોંચ્યો ત્યારે હાર્દિક પંડ્યાએ જો રૂટને 16 રનના સ્કોરે સ્લિપમાં આઉટ કરાવી ભારતને ચોથી સફળતા અપાવી હતી. ટીમનો સ્કોર 108 રન પર પહોંચ્યો ત્યારે સ્ટોક્સને શમીએ રાહુલના હાથે કેચ આઉટ કરાવી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. જે પછી 110 રનના સ્કોરે પંડ્યાએ બેરિસ્ટોને 15 રનના અંગત સ્કોર પર રાહુલના હાથે કેચ કરાવી ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. લોર્ડસ ટેસ્ટમાં સદી ફટકારનારો ક્રિસ વોક્સ 8 રન બનાવી સાતમી વિકેટના રૂપમાં પંડ્યાની ઓવરમાં પંતને કેચ આપી બેઠો હતો. ઈંગ્લેન્ડે 128 રન સુધીમાં 9 વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યાએ 5 વિકેટ લીધી હતી. 10મી વિકેટ માટે બટલર અને એન્ડરસને 33 રનની પાર્ટનરશિપ કરી હતી. આ પહેલાં ટ્રેન્ટ બ્રિજ મેદાન પર વાદળછાયા વાતવરણ વચ્ચે પ્રવાસી ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત અડધા કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ઈંગ્લેન્ડના બોલરોએ કંડીશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જેના કારણે ભારતની સમગ્ર ટીમ 329 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વતી એન્ડરસન, બ્રોડ અને વોક્સે 3-3 વિકેટ અને રશિદે 1 વિકેટ લીધી હતી. નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 97 રનનું યોગદાન આપ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget