શોધખોળ કરો
Advertisement
IND vs AUS: આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ, જાણો ક્યારે, કેટલા વાગ્યે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ
ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. ત્યારે ગત મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયાની નજર સીરિઝમાં વાપસી કરવા પર રહેશે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા આગામી બૉક્સિંગ ડે ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરવાની છે, ખાસ વાત છે કે કોહલીની ગેરહાજરી વાળી આ ટીમ અજિંક્યે રહાણેની આગેવાનીમાં કાંગારુ ટીમ સામે ટકરાશે. બીસીસીઆઇએ એક દિવસ પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. એવામાં શનિવાર (26 ડિસેમ્બર) થી શરુ થનારી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર સીરિઝમાં વાપસી કરવા પર રહેશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. ત્યારે ગત મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. વિરાટ કોહલી વિનાની ભારતીય ટીમમાં અજિંક્યે રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, વળી આ ટીમમાં વિકેટકીપર તરીકે ઋષભ પંતની એન્ટ્રી થઇ છે.
ટેસ્ટ મેચ ક્યારે થશે શરુ ?
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગ્યાથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરું થશે. જ્યારે ટોસ 4.30 વાગ્યે થશે.
મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
બીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV જોઈ પર શકાશે. આ સિવાય સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ થશે.
બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા :
અજિંક્યે રહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement