શોધખોળ કરો
Advertisement
IND vs AUS : શું મેલબોર્નમાં તૂટી જશે ટીમ ઈન્ડિયાનો 88 વર્ષ જૂનો રેકોર્ડ? ભારતના ટેસ્ટ ઈતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું
ટીમ ઈન્ડિયા બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત પણ કરી દીધી છે. શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મેલબર્ન ટીમ ઈન્ડિયા સામે પોતાનો 88 વર્ષ જૂનો રેકોર્ડ જાળવી રાખવાનો મોટો પડકાર રહેશે.
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટ પર રમાશે. એડિલેટ ટેસ્ટ મેચ જીતને ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયા બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત પણ કરી દીધી છે. શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, કેએલ રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મેલબર્ન ટીમ ઈન્ડિયા સામે પોતાનો 88 વર્ષ જૂનો રેકોર્ડ જાળવી રાખવાનો મોટો પડકાર રહેશે.
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020માં અત્યાર સુધી તમામ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, એટલે કે ટીમ ઈન્ડિયા આ વર્ષે ના તો એક પણ ટેસ્ટ જીત છે ના તો કોઈ મેચ ડ્રો રમી છે. ભારત ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં આવ્યું ક્યારેય નથી થયું કે એક વર્ષમાં ટીમ ઈન્ડિયાએ તમામ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય. એવામાં અજિંક્ય રહાણે અને તેની સેના સામે 88 વર્ષ જૂનો રેકોર્ડ બચાવી રાખવાનો પડકાર રહેશે.
બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વર્ષ સુધી એક પણ ટેસ્ટ મેચ જીતવા કે ડ્રો કરવામાં નિષ્ફળ રહી છે. આ લિસ્ટમાં બીજા નંબરે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાવેનું નામ આવે છે. જેમણે ત્રણ વર્ષ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં એક પણ મેચમાં જીત મેળવી નથી તથા એક પણ મેચ ડ્રો રમી નથી. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા પણ આ શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે ટીમનો ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement