શોધખોળ કરો
Advertisement
INDvAUS: ભારતનો 8 રને રોમાંચક વિજય, વન ડેમાં ટીમ ઈન્ડિયાની 500મી જીત
નાગપુર: ભારતે મેચ જીતવા આપેલા 251 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમ 49.3 ઓવરમાં 242 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતનો 8 વિકેટથી વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોયનિસે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 3 તથા બુમરાહ અને વિજય શંકરને 2-2 સફળતા મળી હતી. જાડેજા-જાધવને પણ 1-1 વિકેટ મળી હતી. નાગપુર વન ડે જીતવાની સાથે જ પાંચ મેચની શ્રેણીમાં ભારતે 2-0ની લીડ લઈ લીધી છે. આ જીત ભારતની વન ડેમાં 500મી જીત છે.
આ રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટો ઓસ્ટ્રેલિયાના ઓપનર ફિંચ અને ખ્વાજાએ 14.2 ઓવરમાં 83 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ફિંચ 37 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે પછીની ઓવરમાં ખ્વાજા પણ 38 રન બનાવી કેદાર જાધવની ઓવરમાં કોહલીને કેચ આપી બેઠો હતો. શોન માર્શ 16 રન બનાવી જાડેજાની ઓવરમાં વિકેટકિપર ધોનીના હાથે કેચ આઉટ થતાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. જે પછી મેક્સવેલને કુલદીપ યાદવે 4 રને બોલ્ડ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. હેન્ડ્સકોમ્બ 48 રન બનાવી રન આઉટ થયો હતો. કેરી 22 રન બનાવી કુલદીપનો શિકાર બનતાં ભારતને છઠ્ઠી સફળતા મળી હતી. 46મી ઓવરમાં બુમરાહેલ કુલટર નાઇલ અને પેટ કમીન્સને આઉટ કર્યા હતા. 50મી ઓવરમાં વિજય શંકરે પ્રથમ બોલ પર સ્ટોયનિસ અને ત્રીજા બોલ પર ઝમ્પાની વિકેટ લેતાં જ ભારતનો 8 રનથી રોમાંચક વિજય થયો હતો.#INDvAUS: India defeat Australia by 8 runs to win the second ODI, lead the series 2-0 in 5 match series. pic.twitter.com/8YevyiqXO3
— ANI (@ANI) March 5, 2019
કોહલી બન્યો ટીમ ઈન્ડિયાનો તારણહાર બીજી વન ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 116 રનની ઈનિંગ રમી હતી. વિજય શંકરે 46 રન બનાવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 21 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.What a nail biting game this has been.
Two wickets for @vijayshankar260 in the final over and #TeamIndia win the 2nd ODI by 8 runs #INDvAUS. We take a 2-0 lead in the five match series pic.twitter.com/VZ3dYMXYNh — BCCI (@BCCI) March 5, 2019
આ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ વન ડે કરિયરની 40મી સદી ફટકારવાના સાથે એક દિવસીય મેચમાં સૌથી ઝડપી 9000 રન બનાવવાનું સીમાચિહ્ન પણ હાંસલ કર્યું હતું.What a game in Nagpur!
India edge to victory by eight runs, with Australia bowled out for 242. Marcus Stoinis (52) threatened to take the game away from the home side, but some strong bowling at the death sees India go 2-0 up. #INDvAUS SCORECARD ➡️ https://t.co/pNkv2db4Mg pic.twitter.com/236W0cyXDK — ICC (@ICC) March 5, 2019
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, વિજય શંકર, અંબાતી રાયડૂ, એમએસ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહIndia vs Australia, 2nd ODI: India all out for 250 (Kohli 116) in 48.2 overs at Vidarbha Cricket Association Stadium, Nagpur. #INDvAUS pic.twitter.com/xfvmopCZGe
— ANI (@ANI) March 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement