IND vs ENG, 2 Test Highlights: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.
LIVE
Background
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે. ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 51.5 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
સિરાજે 4 વિકેટ ઝડપી
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે. ઈન્ડિયન ટીમે 151 રનથી જીત મેળવી છે. મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમની ઐતિહાસિક જીત
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે. ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 51.5 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર
ઈંગ્લેન્ડની નવમી વિકેટ પડી ગઈ છે. સિરાજે જોસ બટલરને આઉટ કર્યો છે. ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર છે.
ઈંગ્લેન્ડની ટીમને સાતમો ઝટકો લાગ્યો
ઈંગ્લેન્ડની ટીમને સાતમો ઝટકો લાગ્યો છે. સેમ કરન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયાને બે બોલમાં બે સફળતા અપાવી છે. પહેલા મોઈન અલી અને પછી સેમ કરનને આઉટ કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 99 રન બનાવ્યા છે.
રુટ 33 રન બનાવી આઉટ
ભારતને સૌથી મોટી સફળતા મળી છે. જો રુટ 33 રન બનાવી આઉટ થયો છે. ઈંગ્લેન્ડની ટીમે 30.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 76 રન બનાવી લીધા છે. બુમરાહે જો રુટને આઉટ કર્યો છે.