શોધખોળ કરો
Ind Vs Eng: પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડની 8 વિકેટ પડી, ભારતીય બોલરો છવાયા

મોહાલી: મોહાલીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનું પ્રભુત્વ રહ્યું હતું. પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી 268 રન બનાવી લીધા છે. દિવસના અંતે રાશિદ 04 અને ગારેથ 00 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ તરફથી જોની બૈરિસ્તોએ સૌથી વધારે 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને જયંત યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શમી અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી બૈરિસ્તો અને જોસ બટલર વચ્ચે 50 રનની પાર્ટનરશીપ કરી હતી. બટલર 43 રને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 29 રને સ્ટમ્પિંગ આઉટ થયો હતો. શામીની ઓવરમાં મોઈન અલી 16 રન બનાવીને આઉટ થયો. એલિસ્ટર કૂક 27 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. જો રૂટ 15 રન બનાવી આઉટ થયો. અને હસીબ હામીદને 9 રને ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. આજની મેચમાં ઈંગ્લેંડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.મોહાલીનું પીસીએ સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે અને તે આશરે 22 વર્ષથી આ મેદાન પર કોઇ ટેસ્ટ મેચ હાર્યુ નથી. મોહાલીનું પીસીએ સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે અને તે આશરે 22 વર્ષથી આ મેદાન પર કોઇ ટેસ્ટ મેચ હાર્યુ નથી.
વધુ વાંચો





















