(Source: ECI/ABP News/ABP Majha)
આજે ધોનીના હૉમ ગ્રાઉન્ડ રાંચીમાં ન્યૂઝીલેન્ડ સામે ટી-20, જાણો ધોની ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરવા આવશે કે નહીં ?
મેચ પહેલા મીડિયામાં અહેવાલો પર નજર કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની આજની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં આવી શકે છે.
નવી દિલ્હીઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટી20 મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રાંચીના મેદાનમાં રમાશે. સાંજે 7 વાગે મેચ શરૂ થાય તે પહેલા મેચને લઇને હંગામો થઇ ગયો છે. એક શખ્સે બુધવારે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને મેચને રદ્દ કરવાની માંગ કરી દીધી છે, આ અરજી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યાને લઇને કરવામા આવી હતી. જોકે આ બધાની વચ્ચે એવા પણ રિપોર્ટ છે કે આજની મેચ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘરઆંગણે રમાઇ રહી છે, જેથી ધોની સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને ચીયરઅપ કરવા આવશે કે નહીં.
મેચ પહેલા મીડિયામાં અહેવાલો પર નજર કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની આજની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં આવી શકે છે. કેમ કે માની શકાય કે ધોની અવાર નવાર પોતાના હોમ ગ્રાઉન્ડ રાંચીના સ્ટેડિયમની મુલાકાત લેતો રહે છે.
નવેમ્બરમાં આ કોમ્પ્લેક્સમાં ધોનીને જોતા જ ઝારખંડની અંડર-19 ટીમના યુવા ખેલાડી તેને મળવા માટે આવી પહોંચ્યા અને ઓટોગ્રાફ લેવા લાગ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની 9 નવેમ્બરે જ સ્વદેશ પરત ફર્યો હતો. મેન્ટર તરીકે તેની શરૂઆત સારી નહોતી રહી અને ઈન્ડિયન ટીમ પહેલી 2 મેચ હારી ગ્રુપ સ્ટેજની બહાર ફેંકાઈ ગઈ હતી.
IND vs NZ: કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી- 20 મેચ-
ઝારખંડ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય સહાયે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 100 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી બાદ સ્ટેડિયમ ભરાઈ જશે તેવી અપેક્ષા છે. સહાઈએ કહ્યું, આશરે 39000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમની ટિકિટો રૂ. 900 થી રૂ. 9000 ની વચ્ચે છે અને તેનું વેચાણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. "અમારી પાસે 80 ટિકિટ બાકી છે જે ઈમરજન્સી ક્વોટા માટે છે, તે વેચવામાં આવશે નહીં,"
રાંચીના દુલારા અને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ શહેરમાં જ છે, પરંતુ તે મેચ જોવા આવશે કે નહીં તે હજુ નક્કી નથી. સહાઈએ કહ્યું, "ધોની અહીં છે અને આજે તેઓ કોર્ટ પર ટેનિસ રમ્યા હતા. અમે કહી શકતા નથી કે તે મેચ જોવા આવશે કે નહીં."