શોધખોળ કરો
IND vs SA: ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટૉસ માટે મેદાન પર નહીં જાય, જાણો શું છે કારણ
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ સતત નવ ટોસ હારતા ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતવા માટે નવો તરીકો અપનાવશે.

રાંચી: ભારત વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝમાં 0-2થી પાછળ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ ત્રીજી મેચમાં ટૉસ માટે મેદાન નહીં જાય. કારણ કે એશિયમાં ફાફ અત્યાર સુધી સતત નવ વખત ટૉસ હારી ચુક્યા છે અને તેઓ આ વખતે ટોસ જીતવા માટે નવો તરીકો અપનાવશે. અને ભારત વિરુદ્ધ સીરીઝની અંતિમ મેચમાં તે પોતાની જગ્યાએ અન્ય ખેલાડીને ટોસ માટે મોકલશે. ક્રિકબઝ અનુસાર, ત્રીજી ટેસ્ટ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ કૉમ્પલેક્સ સ્ટેડિયમમાં શનિવારથી શરૂ થવાની છે અને ફાફ ડુપ્લેસિસે ગુરુવારે સંવાદદાતા સન્મેલનમાં જણાવ્યું કે તે ટૉસ માટે મેદાન પર નહીં જાય. ફાફે કહ્યું કે તેમની ટીમના બેટ્સમેનોએ પ્રથમ ઇનિંગનો ફાયદો ઉઠાવવો પડશે. તેમણે કહ્યું કે, આમારી પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવવો પડશે. જ્યારે તમે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવો છો ત્યારે તમારા માટે બધું જ સંભવ છે. અમારા માટે પ્રથમ ઇનિંગમાં રન ખૂબજ મહત્વના છે અને બીજી ઇનિંગમમાં કંઈ પણ થઈ શકે. ટીમ ઈન્ડિયા સીરીઝ પોતાના નામે કરી ચુક્યું છે અને મહેમાન ટીમની નજર અંતિમ મેચ જીતીને પોતાનું ગુમાવેલું સન્માન મેળવવા પર રહેશે.
વધુ વાંચો



















