(Source: ECI/ABP News/ABP Majha)
પૂજારા ઝીરોમાં ઉડતાં ભારતનો ક્યો ખેલાડી થઈ ગયો ગુસ્સે ? શું આપ્યું રીએક્શન ?
પુજારામાં શૂન્ય રને આઉટ થયા બાદ આઇસીસીએ પણ ટ્વીટ કરીને એક તસવીર શેર કરી હતી.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બૉક્સિંગ ડે શરૂ થઇ ગઇ છે, મેચમાં ટૉસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને પ્રથમ દિવસ પોતાના નામે રાખ્યો હતો. આ મેચમાં એક એવી ઘટના બની જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ. આ ઘટના પુજારાને લઇને હતી. પુજારા શૂન્ય રને આઉટ થઇ જતાં ભારતીય ટીમમાં સોંપો પડી ગયો હતો.
મયંક અગ્રવાલ આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા પુજારાએ બધાને નિરાશ કર્યા હતા, પુજારા લુન્ગી એનગીડીના બૉલ પર શૂન્ય રને આઉટ થયો હતો, લુન્ગી એનગીડીએ પુજારાને પીટરસનના હાથમાં ઝીલાવી દીધો, આ ઘટનાથી વાઇસ કેપ્ટન અને ક્રિઝ પર રહેલો કેએલ રાહુલ ગુસ્સે થઇ ગયો હતો. એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દેતા કે.એલ.રાહુલ પણ અકળાઈ ગયો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે મેચ દરમિયાન વિરાટ કોહલી માથું પકડીને ઊભો રહી ગયો હતો.
ભારતની પ્રથમ વિકેટ 41મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. મયંક અગ્રવાલ 60 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. અગ્રવાલને લુંગી એનગીડીએ એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. અગ્રવાલને ઓન-ફીલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ લઈને નિર્ણય પાછો ખેંચ્યો હતો. પુજારા 0 રન બનાવીને આઉટ થયો
પુજારામાં શૂન્ય રને આઉટ થયા બાદ આઇસીસીએ પણ ટ્વીટ કરીને એક તસવીર શેર કરી હતી.
One brings two!
— ICC (@ICC) December 26, 2021
Pujara is gone for a duck as Ngidi gets another one ☝️
Watch #SAvIND live on https://t.co/CPDKNx77KV (in select regions) 📺#WTC23 pic.twitter.com/1VDCpHNLRu
સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો. ભારત મજબૂત સ્થિતીમાં પહેલા દિવસે 3 વિકેટે 272 રન બનાવ્યા.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
India Corona Cases: ઓમિક્રોનના કહેર વચ્ચે દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે