વિરાટ કોહલી અંપાયર સાથે કેમ ઝગડી પડ્યો કે મેચ 10 મિનિટ રોકવી પડી ? છેવટે શું સમાધાન થયું ?
સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી, આ સમયે વિરાટ અને એમ્પાયર વચ્ચે ઝઘડા જોવુ દ્ર્શ્ય સામે આવ્યુ હતુ
નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે એક વિવાદ જોવા મળ્યો, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એમ્પાયર સાથે ચાલુ મેચ દરમિયાન મેદાન પર તરકાર કરતો દેખાયો હતો. ખરેખરમાં આ તકરાર બૉલને લઇને હતી. જેનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી, આ સમયે વિરાટ અને એમ્પાયર વચ્ચે ઝઘડા જોવુ દ્ર્શ્ય સામે આવ્યુ હતુ. ખરેખરમાં બેટ્સમેન મેદાનમાં આવ્યા હોવા છતા કોહલીએ બોલિંગ કરવાની ના પાડી દીધી હતી, કોહલીએ અમ્પાયરને કહ્યું કે મને જે બોલ આપ્યો છે તે જૂનો છે. આના કારણે લગભગ 10 મિનિટ સુધી રમતને અટકાવવી પડી હતી. વિરાટના કહેવા પર અમ્પાયર્સે મેદાન પર નવા બોલનું બોક્સ લાવવા ટકોર કરી હતી. ત્યાર પછી કેપ્ટન કોહલી અને રવિચંદ્રન અશ્વિને સાથે મળીને દરેક બોલ વારાફરથી જોયો, તપાસ્યો અને છેલ્લે 1 પસંદ કર્યો હતો. બંને ખેલાડીએ પસંદ કર્યા પછી જ મેચ આગળ શરૂ થઈ હતી. આ વિવાદ બાદમાં શાંત પડ્યો અને મેચ શરૂ થઇ હતી. બૉલને લઇને વિરાટે એમ્પાયર સાથે તકરાર કરી અને મેચમાં 10 મિનીટનો વિલંબ થયો હતો.
આ પણ વાંચો--
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક
આલિયા ભટ્ટથી માંડીને મલાઇકા સુધીની એક્ટ્રેસ પીવે છે આ મોર્નિગ ડ્રિન્ક, જેથી ગ્લો કરે છે ચહેરો