શોધખોળ કરો
Advertisement
IND vs WI ત્રીજી T20: વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 147 રનનો ટાર્ગેટ, પોલાર્ડના 58 રન, દીપક ચહરની 4 રનમાં 3 વિકેટ
ટીમમાં રોહિત શર્મા, ખલીલ અહમદ અને રવિન્દ્ર જાડેજાના સ્થાને લોકેશ રાહુલ અને રાહુલ ચહર અને દિપક ચહર નો સમાવેશ કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે ટૉસમાં વિલંબ થયો હતો.
ગુયાનાઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત નબળી રહી હતી અને 14 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. જે બાદ પોલાર્ડે 45 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. પોવેલ 20 બોલમાં 32 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી દીપક ચહરે 3 ઓવરમાં 4 રન આપી 3 વિકેટ લીધી હતી. નવદીપ સૈનીએ 2 તથા રાહુલ ચહરને 1 વિકેટ મળી હતી.
આ પહેલા વરસાદથી પ્રભાવિત શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી20માં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમમાં રોહિત શર્મા, ખલીલ અહમદ અને રવિન્દ્ર જાડેજાના સ્થાને લોકેશ રાહુલ અને રાહુલ ચહર અને દિપક ચહર નો સમાવેશ કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે ટૉસમાં વિલંબ થયો હતો.
ભારતે ફ્લોરિડામાં રમાયેલી બંને મેચ જીતી લીધી હોવાથી શ્રેણી પર 2-0થી કબજો કરી લીધો છે પરંતુ હવે ટીમ ઈન્ડિયાની નજર વિન્ડિઝને 3-0થી વ્હાઇટ વોશ કરવા પર છે. ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, ઋષભ પંત, કૃણાલ પાંડયા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, રાહુલ ચહર અને નવદીપ સૈની વેસ્ટ ઇન્ડિઝ: સુનિલ નારાયણ, એવીન લુઈસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાયરન પોલાર્ડ, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ(કેપ્ટન), કીમો પોલ, શેલ્ડન કોટરેલ, ફેબિયન એલેન અને ઓશેન થોમસInnings Break! West Indies post a total of 146/6. Chase coming up shortly https://t.co/3ug8TEcHva #WIvIND pic.twitter.com/LCXYK71aOn
— BCCI (@BCCI) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion