શોધખોળ કરો
Advertisement
છ વર્ષ બાદ ‘ગોલ્ડન ડક’ પર આઉટ થયો વિરાટ કોહલી
આ મેચમાં ત્રીજી વખત બન્યું છે જેમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન-ડે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો 107 રને વિજય થયો હતો. જીત સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી છે.ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.
આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન કેપ્ટન કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. તે પ્રથમ બોલ પર પોલાર્ડના સ્લો બાઉન્સર પર રોસ્ટન ચેઝને કેચ આપી બેઠો હતો. કોહલી પોતાના વન-ડે કરિયરમાં 13 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. આ મેચમાં ત્રીજી વખત બન્યું છે જેમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો છે. જોકે, ભારતે રોહિત શર્મા અને લોકેશ રાહુલની સદીની મદદથી 50 ઓવરમાં 387 રનનો સ્કોર ખડક્યો હતો.
આ અગાઉ કોહલી ઇગ્લેન્ડ વિરુદ્ધ 23 જાન્યુઆરી 2013માં ધર્મશાળામાં પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 11 જૂન 2011માં પ્રથમ બોલ પર જ ખાતુ ખોલાવ્યા વિના કોહલી આઉટ થયો હતો. કોહલી બે વર્ષ પછી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો છે. 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઇમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement