શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ સુપરમેન અંદાજમાં પકડ્યો કેચ, મેચ બાદ કહ્યું- હાથમાં જ......
વેસ્ટ ઇન્ડિઝે તિરૂવનંતપુરમમાં રમાયેલ સીરીઝીની બીજી ટી20માં 8 વિકેટથી જીત મેળવી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જેટલા શાનદાર બેટ્સમેન છે, એટલી જ સજાગતાથી મેદાન પર ફીલ્ડિંગ પણ કરે છે. વિરાટે તેની ઝલક વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ સીરીઝની બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પણ જોવા મળી જ્યારે તેણે લોંગ ઓન પર શિમરોન હેટમેયરનો શાનદાર કેચ પકડ્યો.
વેસ્ટ ઇન્ડિઝે તિરૂવનંતપુરમમાં રમાયેલ સીરીઝીની બીજી ટી20માં 8 વિકેટથી જીત મેળવી હતી. ભારતે શિવમ દુબેની હાફ સેન્ચુરીના જોરે 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા જેના જવાબમાં વિન્ડિઝે ઓપનર સિમંસની શાનદાર ઇનિંગની મદદથી 2 વિકેટ ગુમાવીને 18.3 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
વિરાટે હેટમાયરને પવેલિયનમાં મોકલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં લોન્ગ ઓન પર દોડતા દોડતા શાનદાર કેચ પકડ્યો. આ કેચ પકડ્યા બાદ મેદાન પર પડવા છતાં વિરાટે કેચ ન છોડ્યો.Super V!! @imVkohli What. A. Stunner.#INDvWI pic.twitter.com/av7Hjqsf94
— Hotstar (@hotstartweets) December 8, 2019
મેચ બાદ જ્યારે વિરાટને આ કેચ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘આ કેટલાક એવા કેચ હોય છે જેમાં બોલ તમારા હાથમાં ફસાઈ જાય છે, હું બોલને જોઈ રહ્યો હતો, પછી બંને હાથને આગળ કર્યા અને સદનસીબે બોલ હાથમાં આવી ગયો.’ વિરાટે આગળ કહ્યું, ‘પાછલી મેચમાં મેં એક હાથથી કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હાથમાં નહોતો આવ્યો. તમે પ્રયાસ કરો છો પરંતુ ઘણીવાર સફળતા મળે છે અને ઘણી વખત અસફળ થાઓ છો.’.@imVkohli on THAT screamer👌 #IndvWI pic.twitter.com/5uZovbhzMt
— BCCI (@BCCI) December 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion