શોધખોળ કરો
Advertisement
WI vs IND:પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝ 117 રન પર ઓલ આઉટ, ભારતની 299 રનની લીડ
ભારતે પ્રથમ ઇનિંગમાં 299 રનની વિશાળ લીડ મેળવી છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝને ફૉલોઓન નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
જમૈકા: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ કિંગ્સટનના સબીના પાર્ક મેદાન પર રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ હનુમા વિહારી(111 રન અણનમ) સદી અને કેપ્ટન વિરાટ કોહલી (76) તથા ઇશાન્ત શર્મા (57)ની અડધી સદીની મદદથી પ્રથમ ઇનિંગમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તેના બૂમરાહની ઘાતક બોલિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમને પ્રથમ ઇનિંગમાં 117 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 299 રનની વિશાળ લીડ મેળવી છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝને ફૉલોઓન નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ લંચ બ્રેક સુધી એક વિકેટ ગુમાવી 16 રન બનાવ્યા છે. લોકેશ રાહુલ (6) અને ચેતેશ્વર પુજારા(5) રમતમાં છે. મયંક અગ્રવાલે 4 રન બનાવી કેમાર રોચની ઓવરમાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે આ દરમિયાન તેના કરિયરની પ્રથમ હેટ્રિક પણ લીધી હતી. હેટ્રિક લેનારા એ ત્રીજા ભારતીય બની ગયો છે. બુમરાહે 9.1 ઓવરમાં 3 મેડન નાંખી 16 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement