શોધખોળ કરો
ભારત વિરુદ્ધ વનડે સીરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝે ટીમની કરી જાહેરાત, ગેલ સહિત કોને કોને મળ્યુ સ્થાન ?
વનડે ક્રિકેટમાં ગેલે કુલ 10,393 રન બનાવ્યા છે અને તે મહાન બેટ્સમેન બ્રાયન લારા(10,405)નો રેકોર્ડ તોડવા માટે માત્ર 13 રનથી દુર છે.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી લાંબી સીરીઝ વિદેશ રવાના થવાની છે. જ્યાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ઓગસ્ટથી ટી20 સીરીઝ રમાવાની છે અને 8 ઓગસ્ટથી વનડે સીરીઝ. ત્યારે વનડે સીરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને ટીમમાં યથાવત રાખ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝે શનિવારે ભારત વિરુદ્ધ વનડે સીરીઝ માટે ક્રિસ ગેલ સહિત 14 પ્લેયર્સની ટીમનું એલાન કરી દીધું છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચમાં રમાયેલી વનડે સીરીઝ પહેલા ક્રિસ ગેલે કહ્યું હતું કે તે વર્લ્ડ કપ બાદ નિવૃતિ લઈ લેશે, પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન તેમણે પોતાનું મન બદલી નાખ્યું. વનડે ક્રિકેટમાં ગેલે કુલ 10,393 રન બનાવ્યા છે અને તે મહાન બેટ્સમેન બ્રાયન લારા(10,405)નો રેકોર્ડ તોડવા માટે માત્ર 13 રનથી દુર છે.
વેસ્ટ ઈન્ડિઝના વચગાળાના મુખ્ય કોચ ફ્લોયડ રાઇફરે કહ્યું કે, ક્રિસ એક કિંમતી ખેલાડી છે અને તે તમામ ડ્રેસિંગ રૂમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન લીને આવે છે. ગેલનું ટીમમાં હોવું ફાયદાકારક છે.
ગેલ સિવાય જૉન કેમ્પબલ, રૉસ્ટન ચેસ અને ઓલરાઉન્ડર કીમો પૉલની પણ ટીમમાં વાપસી થઈ છે. જો કે ખતરનાક ઓલરાઉન્ડર આંદ્ર રસેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે સિવાય વર્લ્ડકપની ટીમનો ભાગ રહેલા ડેરેન બ્રાવો, શેનન ગેબ્રિએલ, એશ્લે નર્સ અને સુનીલ એમ્બ્રિસને પણ ટીમમાં સમાવેશ કરાયો નથી.
ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), જૉન કેમ્પબલ, ઇવિન લુઇસ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રૉસ્ટન ચેસ, ફેબિયન એલન, કાર્લોસ, બ્રાથવેટ, કીમો પૉલ, ક્રિસ ગેલ, શેલ્ડર કૉટરેલ, ઓશેન થૉમસ, શાઈ હોપ, કેમાર રોચ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
