(Source: ECI/ABP News/ABP Majha)
Asian Championship Trophy: ભારતીય હોકી ટીમે જાપાનને 5-0 થી હરાવ્યું, શાનદાર જીત સાથે ફાઈનલમાં પ્રવેશ
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની સેમી ફાઇનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું.
India vs Japan Semi-Final Asian Championship Trophy Hockey: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની સેમી ફાઇનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય હોકી ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા સામે થશે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં શરૂઆતથી જ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પ્રથમ હાફના અંત સુધીમાં તેણે 3-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ પછી, બીજા હાફમાં 2 ગોલ કર્યા. ટીમ ઈન્ડિયાએ પૂર્ણ સમય સુધી 5-0થી જીત મેળવી હતી.
India have stormed their way to the Final of the Hero Asian Champions Trophy Chennai 2023 unbeaten ⚡#HockeyIndia #IndiaKaGame #HACT2023 @CMO_Odisha @CMOTamilnadu @asia_hockey @Media_SAI @sports_odisha pic.twitter.com/O7OVln5Im5
— Hockey India (@TheHockeyIndia) August 11, 2023
અર્શદીપ સિંહે 19મી મિનિટે ગોલ કર્યો
ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સેમિફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શનને જાળવી રાખ્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. આ પછી અર્શદીપ સિંહે ખાતું ખોલાવ્યું. તેણે 19મી મિનિટે ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે 23મી મિનિટે ગોલ કર્યો હતો. મનદીપ સિંહ, સુમિત અને કાર્તિ સેલ્વમે પણ એક-એક ગોલ કર્યા હતા.
આ પહેલા જાપાને બે વર્ષ પહેલા ઢાકામાં સેમીફાઈનલ મેચમાં ભારતને 5-3થી હરાવ્યું હતું. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાએ પાસા ફેરવીને બદલો પૂરો કર્યો. આ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ આક્રમક રીતે રમી રહી હતી. જાપાનની ટીમ બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી.
ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે ચીનને ખરાબ રીતે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે 7-2થી જીત મેળવી હતી. આ પછી 4 ઓગસ્ટે જાપાન સાથેની મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 6 ઓગસ્ટે મલેશિયા પર શાનદાર જીત મેળવી હતી. તેણે મલેશિયાને 5-0થી હરાવ્યું. આ પછી કોરિયાનો 3-2થી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4-0થી ધોઈ નાખ્યું હતું. આ પછી ટીમ ભારતમાં સેમી ફાઇનલમાં પહોંચી હતી.
સેમિફાઇનલ મેચ ભારતીય ગોલકીપર પી શ્રીજેશ માટે ખૂબ જ ખાસ હતી. આ તેની કારકિર્દીની 300મી મેચ હતી. મેચ પહેલા તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial