શોધખોળ કરો
રવિ શાસ્ત્રીએ તોડ્યું મૌન, કહ્યું- આ ખેલાડીને કારણે ગુમાવી સીરિઝ
1/3

રવિ શાસ્ત્રીએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમે આજે પણ વિશ્વની પ્રથમ નંબરની ટીમ છીએ અને ઇંગ્લેન્ડ પણ એ જાણે છે કે અમે કેટલું શ્રેષ્ઠ કર્યું. અમારા ચાહકોને ખબર જ છે અને અમને પણ અંદરથી ખબર છે. નોંધનીય છે કે, ભારતની હાર બાદ કોચ રવિ શાસ્ત્રી અને ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર માછલા ધોવાઈ રહ્યાં છે અને શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ટીમનો બચાવ કરતાં જોવા મળી રહ્યા છે.
2/3

રવિ શાસ્ત્રીએ ભારતના પરાજયનું કારણ આપતા કહ્યું કે, હું એમ નથી કહેવા માંગતો કે અમે તદ્દન નિષ્ફલ રહ્યા પરંતુ અમે પ્રયત્ન જરૂર કર્યો. જ્યાં જરૂર હોય તેને શ્રેય આપવો જોઈએ. વિરાટ અને મને મેન ઓફ ધ સીરીઝ પસંદ કરવાનું કહેવામાં આવ્યું અને અમે બન્નેએ સેમ કર્રનને પસંદ કર્યો. કર્રને ખરેખર અમને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.
Published at : 15 Sep 2018 08:15 AM (IST)
View More





















