દુબઈઃ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અને ઇંગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આઈસીસીના નિવેદન મુજબ રેન્કિંગ અપડેટ ૨૦૧૫-૧૬ની સિરીઝોના પરિણામોને હટાવ્યા બાદ કરવામાં આવી હતી અને ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના પરિણામોના ૫૦ પોઇન્ટ સામેલ કરાયા છે.
2/3
વર્ષ 2019 વર્લ્ડ કપમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ઈંગ્લેન્ડ વન-ડેમાં પહેલા નંબર પર છે. પરંતુ ભારત આ અંતરને ઓછુ કરવામાં સફળ રહ્યું છે. ભારત હવે માત્ર બે પોઈન્ટ દૂર છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાન પર ન્યૂઝિલેન્ડ વચ્ચે અંતર આઠથી માત્ર બે પોઈન્ટનું જ રહ્યું છે.
3/3
પોઇન્ટ ટેબલમાં એક માત્ર બદલાવ ઇંગ્લેન્ડની ટીમનો થયો છે જે ૧૦૫ પોઇન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાને છ પોઇન્ટનું નુકસાન થતાં ૯૮ પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે ધકેલાઈ ગઈ છે કારણ કે તેઓએ ૨૦૧૫-૧૬માં પાંચમાંથી ચાર સિરીઝ જીતી હતી જેની ગણતરી કરાઈ નથી.