શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ પહેલા ગાંગુલીનો દાવો, ભારતને આ સ્ટાર ખેલાડીની ખોટ વર્તાશે
નોંધનીય છે કે, સિલેક્ટર્સે પંતને વર્લ્ડ કપ ટીમમાં સામે નથી કરવામાં આવ્યો. જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે ફરી એક વખત કહ્યુ ંકે, આગામી વર્લ્ડ કપમાં વિરાટ બ્રિગેડને રિષભ પંતની ખોટ વર્તાશે. જણાવીએ કે, વર્લ્ડ કપ 2019ની શરૂઆત 30 મેથી ઇંગ્લેન્ડની મેજબાની થશે. ગાંગુલીએ ઇડન ગાર્ડન્સ પર પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, ટીમ ઇન્ડિયાને ચોક્કસપણે રિષપ પંતની ખોટ વર્તાશે. મને નથી ખબ કે કોની જગ્યાએ, પરંતુ પંતની ખોટ ચોક્કસ વર્તાશે.
નોંધનીય છે કે, સિલેક્ટર્સે પંતને વર્લ્ડ કપ ટીમમાં સામે નથી કરવામાં આવ્યો. જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને 6 સીઝન બાદ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. ગાંગુલી આ સીઝન દિલ્હીન ટીમના સલાહકાર હતા.
ગાંગુલીએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જોઈએ? તેના પર ગાંગુલીએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે, તેમ છતાંય પંતની ખોટ વર્તાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement