ભારત માટે ઓપનર કેએલ રાહુલની નિષ્ફળતા ટીમ ઇન્ડિાય માટે માથાનો દુખાવો બની છે. 26 વર્ષના રાહુલ સીરીઝમાં ફ્લોપ સાબિત થયા ચે. 4 ટેસ્ટ મેચમાં તેણે 14.12ની સરેરાશથી માત્ર 113 રન બનાવ્યા છે.
2/5
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો પૃથ્વી શોની 546 રનની ઇનિંગ ચોથી સૌથી મોટી ઇનિંગ હતી. ભારતના પ્રણવ ધનાવડે (1009*) સૌથી વધારે રન બનાવનારની યાદીમાં ટોપ પર છે, જ્યારે ઓર્થર કોલિસ (628*), ચાર્લ્સ ઈડે (566) સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે.
3/5
પૃથ્વી પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં સેન્ટ ફ્રાન્સિસ વિરૂદ્ધ રિઝવી સ્પ્રિંગફીલ્ડ તરફથી રમતા 330 બોલમાં 546 બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 85 ચોગ્ગા તતા પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
4/5
એવામાં કહેવાય છે કે, સીરીઝના અંતિમ ટેસ્ટમાં પ્રતિભાશાળી બેટ્સમેન પૃથ્વી શોને તક મળી શકે છે. અંડર-19 વર્લ્ડ કપના વિજેતા કેપ્ટન પૃથ્વી શો સાઉથમ્પ્ટનમાં રમાયેલ ચોથા ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાયા અને નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
5/5
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1-3થી પાછળ રહેલ ટીમ ઇન્ડિયા માટે સન્માન બચાવવાની છેલ્લી તક છે. શુક્રવારથી શરૂ થઈ રહેલ ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમ પોતાની ખામીઓને ભૂલીને ઇંગ્લિશ ટીમને પછાડવા માટે ખૂબ મહેનત કરશે. પાંચમાં ટેસ્ટમાં 18 વર્ષના પૃથ્વી શો ડેબ્યૂ કરી શકે છે.