શોધખોળ કરો
INDvWI: ટીમ ઈન્ડિયાએ આપી ‘દિવાળી’ ગિફ્ટ, વિન્ડિઝ સામે પ્રથમ વખત T20 શ્રેણી જીતી
1/5

લખનઉઃ અટલ બિહારી વાજયેપી સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 71 રનથી હાર આપીને પ્રશંસકોને દિવાળી ગિફ્ટ આપી હતી. 196 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન પર ઉતરેલી કેરેબિયન ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 124 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડેરેન બ્રાવોએ સર્વાધિક 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી ખલીલ અહમદ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌપ્રથમ વખત T20 શ્રેણી જીતી હતી.
2/5

લખનઉમાં 24 વર્ષ બાદ રમાયેલી આંતરરાષ્ટ્રીય મેચમા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ટીમમાં ઉમેશ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમારને સામેલ કર્યો હતો.
Published at : 06 Nov 2018 06:37 PM (IST)
View More





















