શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, આ ખેલાડી સામે થઈ શંકાસ્પદ બોલિંગ એક્શનની ફરિયાદ, જાણો વિગત
1/3

આ અંગેનો રિપોર્ટ ભારતીય ટીમ મેનેજમેન્ટને સોંપી દેવામાં આવ્યો છે. મેનેજમેન્ટ દ્વારા રાયડૂની બોલિંગ એક્શનને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આઈસીસીની પ્રક્રિયા અંતર્ગત હવે રાયડૂની બોલિંગ એક્શન પર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં 14 દિવસની અંદર રાયડૂએ તેની બોલિંગ એક્શનને લઈ ટેસ્ટનો સામનો કરવો પડશે. જોકે, રિપોર્ટનું પરિણામ આવવા સુધી રાયડૂને બોલિંગ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
2/3

પ્રથમ વન ડેમાં રાયડૂએ 2 ઓવરમાં 13 રન આપ્યા હતા. રાયડૂ સામે શંકાસ્પદ બોલિંગ એક્શનની ફરિયાદથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે. સીરિઝ પહેલા હાર્દિક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યો છે. આ સ્થિતિમાં કોઇ પાર્ટ ટાઇમ બોલરનું ટીમમાં ન હોવું આગામી સમયમાં ભારતની મુશ્કેલી વધારી શકે છે.
Published at : 13 Jan 2019 04:08 PM (IST)
View More




















