આ મેચમાં ભારતીય ટીમ નવી ઓપનિંગ જોડી સાથે ઉતરી છે તેનો પણ એક રેકોર્ડ બન્યો છે. 82 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતના બંને નવા ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વખત ઈનિંગની શરૂઆત કરી છે. આ પહેલા 1936માં દાતારામ હિંડલેકર અને વિજય મર્ચન્ટે ઈનિંગની શરૂઆત કરી હતી.
2/3
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ બે નવા ઓપનર્સ સાથે મેદાનમાં ઉતરી છે. મયંક અગ્રવાલે આજે મેદાન પર ઉતરતાં જ કોઈ ભારતીય ક્રિકેટરને ન બનાવ્યો હોય તેવો એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.
3/3
મયંક અગ્રવાલ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડેબ્યૂની સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ઈનિંગમાં ઓપનર તરીકે ડેબ્યૂ કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 1947માં આમિર ઇલાહીએ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ડેબ્યૂ કરતાં બીજી ઈનિંગમાં ઓપનિંગ કર્યું હતું. અગ્રવાલ 76 રન બનાવી આઉટ થયો હતો.