શોધખોળ કરો
Advertisement
INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર
ભારતનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બીજી વન ડેમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન ડેમાં બેટિંગ દરમિયાન તેને માથામાં બોલ વાગ્યો હતો, જે બાદ તે વિકેટકિપિંગમાં નહોતો આવ્યો. તેના સ્થાને લોકેશ રાહુલે કિપિંગ કર્યું હતું.
રાજકોટઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રાજકોટમાં શુક્રવારે રમાનારી બીજી વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ભારતનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બીજી વન ડેમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન ડેમાં બેટિંગ દરમિયાન તેને માથામાં બોલ વાગ્યો હતો, જે બાદ તે વિકેટકિપિંગમાં નહોતો આવ્યો. તેના સ્થાને લોકેશ રાહુલે કિપિંગ કર્યું હતું અને બાદમાં બીસીસીઆઈએ આ અંગે નિવેદન પણ બહાર પાડ્યું હતું.
મંગળવારે મેચ દરમિયાન માથામાં બોલ વાગ્યા બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. જે બાદ પંત મુંબઈથી રાજકોટ આવવાના બદલે બેંગલુરુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્પેશિયલ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેજન બહાર પાડીને કહ્યું છે કે, પંત આગામી વન ડે નહીં રમે.
વાંચોઃ INDvAUS: પંતના બદલે રાહુલે કેમ કર્યું વિકેટકિપિંગ ? કારણ જાણીને ચોંકી જશો
બીસીસીઆઈએ નિવેદન બહાર પાડીને કહ્યું, પ્રથમ વન ડેમાં હેલ્મેટ પર બોલ વાગ્યા બાદ પંતને કનકશનના કારણે ગેમમાં હિસ્સો લેવા દેવામાં આવ્યો નહોતો. રાતે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં વિશેષજ્ઞ ડૉક્ટરોએ તપાસ કરી. હાલ તે ઠીક છે અને સ્કેન રિપોર્ટમાં પણ કોઈજાતની પરેશાની જોવા મળી નથી. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે અને બેંગલુરુ એનસીએમાં મોકલવામાં આવશે. તે હાલ માત્ર બીજી વન ડે મેચમાંથી બહાર થયો છે. અંતિમ વન ડેમાં રમી શકશે કે નહીં તેનો ફેંસલો રિહેબિલિટેશન પ્રોટોકલ પૂરો થયા બાદ લેવાશે.
વાંચોઃ BJP નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું- કરન્સીની સ્થિતિ સુધારવા નોટ પર છાપો લક્ષ્મીની તસવીર
પંતને માથામાં બોલ વાગ્યા બાદ પ્રથમ વન ડેમાં લોકેશ રાહુલે વિકેટકિપિંગ કર્યું હતું. રાજકોટ વન ડેમાં પણ તે વિકેટકિપિંગ કરતો નજરે પડશે.
Wicket-keeper Rishabh Pant ruled out of 2nd ODI. After getting hit on his helmet while batting in 1st ODI, Rishabh got a concussion & took no further part in the game. His availability for final ODI will be based on how he responds during the rehabilitation protocol. #IndvsAus pic.twitter.com/EMsUbLoHAc
— ANI (@ANI) January 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion