ત્રીજા દિવસે સાંજે રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.
2/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન સાથે ત્રીજી ટેસ્ટ દરમિયાન ચાલી રહેલી ટિપ્પણીનો ભારતીય વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે જોરદાર જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, મયંક તે ક્યારેય અસ્થાયી કેપ્ટન અંગે સાંભળ્યું છે. પેને એક દિવસ પહેલા જ મજાકમાં કહ્યું હતું કે, હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જઈશ તો પંત મારા બાળકો માટે બેબી સિટર બની શકે છે અને તેને બિગ બેશ ટીમ હોબાર્ડ હરિકેંસમાં પણ રમાડી શકાય છે.
3/4
જે બાદ એમ્પાયર ઈયાન ગુડે પંતને તેની ટિપ્પણીઓ માટે ચેતવણી આપી. પરંતુ જ્યારે ગઇકાલે ટિમ પેને રિષભ પંત પર ટિપ્પણી કરી ત્યારે તેને કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી.
4/4
જ્યારે પેન બેટિંગમાં આવ્યો ત્યારે પંતે સિલી પોઇન્ટ પર ઉભેલા અગ્રવાલને કહ્યું કે, આજે આપણી વચ્ચે નવો મહેમાન આવ્યો છે. મયંક તે ક્યારેય હંગામી કેપ્ટન અંગે સાંભળ્યું છે. આ સમયે બોલિંગ કરી રહેલા જાડેજાને તેણે કહ્યું કે, પેનની વિકેટ લેવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, કારણકે તે માત્ર વાતો કરવામાં જ કુશળ છે અને આ જ કરે છે.