શોધખોળ કરો
ભારતનો આ સ્ટાર ક્રિકેટર ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ, ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે, જાણો વિગત
1/3

અશ્વિને મંગળવારે મેદાન પર ખુબજ અભ્યાસ કર્યો હતો. પણ બુધવારે એટલે કે આજે તે પોતાની ફિટનેસ સાબિત કરી નહી શક્યો નહોતો. અશ્વિન ફિટનેસ ટેસ્ટમા ફેલ થયા પછી વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી હતી. સાથે સાથે હુનમા વિહારીને વિકલ્પ રૂપે દર્શાવ્યો હતો. કોહલીએ જણાવ્યુ કે અશ્વિન ફિટ નથી તે ટીમ અને ખુદ તેમના માટે દૂર્ભાગ્યપૂર્ણ છે. જો કે જે રીતે હનુમા વિહારી બોલીંગ કરી રહ્યા છે, તે વખાણવાને લાયક છે. તેણે સાચી જગ્યા પર બોલ ફેંકી તે અમારા માટે સારો વિકલ્પ છે.
2/3

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ચોથી અને અંતિમ ટેસ્ટ માટે 13 સભ્યોના નામની જાહેરાત આજે સવારે કરી હતી. જેમાં સ્ટાર ઓપ સ્પિનર અશ્વિનનો પણ સમાવેશ કર્યો હતો અને સાથે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય આવતીકાલે સવારે લેવામાં આવશે. પરંતુ તાજા અહેવાલ મુજબ આર. અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિન ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Published at : 02 Jan 2019 10:12 AM (IST)
View More





















