કોહલીએ ટાર્ગેટનો પીછો કરતી વખતે 127 વન ડે મેચ રમી છે. જેમાં તે 24 સદી મારી ચુક્યો છે. રનચેઝ કરતી વખતે કોહલીએ ફટકારેલી 21 સદીમાં ભારતને વિજય થયો છે. આ મામલે તેણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને પણ પાછળ રાખ્યો છે. સચિન રન ચેઝ કરતી વખતે 242 વન ડેમાં 17 સદી ફટકારી છે. જેમાં 14માં ભારતનો વિજય થયો છે.
2/3
વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન અને ઓપનર ક્રિસ ગેઇલ અને શ્રીલંકાના પૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાને રન ચેઝ કરતી વખતે 11-11 સદી ફટકારી છે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે 299 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે શાનદાર સદી ફટકારી હતી અને ભારતીય ટીમે મેચ જીતી સીરિઝ 1-1થી બરાબર કરી હતી. રન ચેઝ કરતી વખતે કોહલીએ 24મી સદી મારી હતી. આ કારણે તેને ચેઝ માસ્ટર કહેવામાં આવે છે.