ભારતીય કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી વન ડેમાં પાંચ સદી ફટકારવાનો અનોખો કીર્તિમાન હાંસલ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ૨૫મી વન ડે રમતાં કોહલીએ પાંચમી સદી ફટકારી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારા રોહિત શર્મા અને કુમાર સંગાકારાની બરોબરીએ પહોંચી ગયો છે. રોહિતે ૨૮ વન ડેમાં અને સંગાકારાએ ૪૯ વન ડેમાં ઓસ્ટ્રેલિયન ભૂમિ પર પાંચ-પાંચ સદી નોંધાવી હતી.
2/6
એડીલેડ વન ડેમાં કોહલીએ ૧૦૪ રનની ઈનિંગ રમવાની સાથે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવામાં એક સ્થાનનો સુધારો કરતાં ૧૧મો ક્રમાંક હાંસલ કરી લીધો છે. તેણે આ ઈનિંગની મદદથી શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર દિલશાનને પાછળ રાખી દીધો હતો. દિલશાને ૩૦૩ વન ડે ઈનિંગમાં ૧૦,૨૯૦ રન ફટકાર્યા હતા. જ્યારે કોહલીએ માત્ર ૨૧૦ ઈનિંગમાં જ ૧૦૩૩૯ રન ફટકારી દીધા છે. હવે તેનું લક્ષ્ય વિન્ડિઝનો ધરખમ બેટ્સમેન લારા છે, જે હાલમાં ૧૦૪૦૫ રન સાથે ટોપ-૧૦માં છેલ્લા સ્થાન પર છે.
3/6
ભારતીય કેપ્ટન કોહલીએ સતત ત્રીજા વર્ષે ૧૫મી જાન્યુઆરીએ સદી નોંધાવી હતી. તેણે વર્ષ ૨૦૧૭માં ૧૫મી જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામેની પૂણે વન ડેમાં ૧૨૨ રનની યાદગાર ઈનિંગ રમી હતી. જ્યારે ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના ત્રીજા દિવસે ૮૫થી આગળ રમતાં સદી પુરી કરી હતી અને ૨૧૭ બોલમાં ૧૫૩ રન નોંધાવ્યા હતા.
4/6
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી વન ડે 299 ટાર્ગેટને હાંસલ કરતી વખતે કારકિર્દીની 39મી અને રન ચેઝ કરતી વખતે 24મી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાંખ્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર પાંચમી વન ડે સદી ફટકારીને શ્રીલંકાના સંગાકારા અને ભારતીય ઓપનર રોહિત શર્માની બરોબરી કરી હતી.
5/6
એડિલેડમાં સદીની સાથે ભારતીય કેપ્ટનની આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા ૬૪ સુધી પહોંચી ગઈ છે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને સૌથી વધુ સદી ફટકારવામાં સંગાકારાને પાછળ રાખીને ત્રીજું સ્થાન હાંસલ કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવામાં સચિન તેંડુલકર ૧૦૦ સદી સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ ૭૧ સદી સાથે બીજા સ્થાને છે. ત્રીજા ક્રમે કોહલી ૬૪ સદી સાથે છે. જ્યારે સંગાકારા ૬૩ સદી સાથે ચોથા ક્રમે આવી ગયો છે.
6/6
કોહલીએ તેની ૧૦૪ રનની ઈનિંગ દરમિયાન રેકોર્ડના ઢગલા ખડક્યા હતા. કોહલીની આ વિદેશની ભૂમિ પરની ૨૨મી સદી હતી અને આ સાથે તે વિદેશની ભૂમિ પર સૌથી વધુ વન ડે સદી ફટકારવામાં વિશ્વમાં બીજા ક્રમે આવી ગયો છે. વિદેશમાં સૌથી વધુ ૨૯ વન ડે સદી ફટકારવાનો વિશ્વવિક્રમ સચિન તેંડુલકરના નામે છે. જ્યારે તેના પછી કોહલીને સ્થાન મળ્યું છે. ત્રીજા ક્રમે શ્રીલંકાના જયસુર્યા અને સંગાકારા ૨૧-૨૧ સદી સાથે છે.