શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં, 86 રનમાં ગુમાવી એક વિકેટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમ 150 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે.
![ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં, 86 રનમાં ગુમાવી એક વિકેટ India vs Bangladesh Live Cricket Score : IND vs BAN Live Cricket Score, 1st Test match, Day 1 Live cricket score ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં, 86 રનમાં ગુમાવી એક વિકેટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/14205401/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સીરિઝની પ્રથમ મેચમાં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમ 150 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. જેના જવાબમાં દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટના નુકસાન પર 86 રન બનાવી લીધા હતા. ભારત હજુ બાંગ્લાદેશથી 64 રનથી પાછળ છે જ્યારે નવ વિકેટ બાકી છે. પૂજારા 43 અને અગ્રવાલ 37 રને રમતમાં હતા. રોહિત શર્મા છ રન બનાવી આઉટ થયો હતો.
રોહિતના આઉટ થયા બાદ અગ્રવાલ અને પૂજારાએ બીજી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી કરી હતી. આ અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહિમે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિટન દાસે 21 અને મોહમ્મદ મિથુને 13 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મોહમ્મદ શમ્મીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion