શોધખોળ કરો
INDvNZ: આજે બીજી T-20, ટીમ ઈન્ડિયાની નજર સતત બીજી જીત પર
5 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો.

ઓકલેન્ડઃ પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રમાશે. 5 મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. પ્રથમ મેચમાં બંને ટીમોએ 10-10 છગ્ગા લગાવ્યા હતા. ઓકલેન્ડમાં રમાનારી મેચ 12.20 કલાકે શરૂ થશે. 11.50 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક્સ પરથી જોઈ શકાશે. હોટસ્ટાર પરથી લાઇવ સ્ટ્રમિંગ નીહાળી શકાશે. સંભવિત ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ 2019માં પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસે આવી હતી. જ્યાં વન ડે સીરિઝમાં 4-1થી વિજય થયો હતો, જ્યારે ટી-20 સીરિઝ 1-2થી હારી હતી. ખેડૂતો માટે માઠા સમાચાર, 27-28 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી 71મો પ્રજાસત્તાક દિવસઃ 10 વાગ્યે રાજપથ પર પરેડ, પ્રથમ વાર વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાજંલિ આપશે PM
વધુ વાંચો



















