શોધખોળ કરો
Advertisement
INDvNZ: બીજા દિવસની રમત પૂર્ણ, બીજી ઈનિંગમાં ભારતનો ધબડકો, 90 રનમાં ગુમાવી 6 વિકેટ
બીજી ઈનિંગમાં ભારતની કુલ લીડ 97 રન થઈ.
ક્રાઇસ્ટચર્ચઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે બીજી ઈનિંગમાં 6 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા છે. હનુમા વિહારી 5 અને રિષભ પંત 1 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 97 રન થઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે 9 ઓવરમાં 12 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમની બીજી ઈનિંગમાં નબળી શરૂઆત થઈ છે. 26 રનમાં ભારતના બંને ઓપનર્સ પેવેલિનય ભેગા થઈ ગયા હતા. મયંક અગ્રવાલ 3 અને પૃથ્વી શૉ 14 રન બનાવી આઉટ થયા હતા. કોહલી 14 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 24 રન અને રહાણે 9 રન બનાવી આઉટ થયા હતા. નાઇટ વોચમેન ઉમેશ યાદવ 1 રન બનાવી શક્યો હતો. ભારતને 7 રનની મળી લીડ ભારતીય બોલર્સે બીજા દિવસની શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડને ઝટકા આપવાનું શરૂ કર્યુ હતું અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 7 રનની લીડ મળી હતી. ભારત તરફથી શમીએ 4, બુમરાહે 3, જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી.India go to stumps at 90/6, with Trent Boult doing the majority of the damage with three wickets.
After a 16-wicket day, New Zealand are in the driver's seat!#NZvIND pic.twitter.com/yj0FzSot0r — ICC (@ICC) March 1, 2020
ફરી ન્યૂઝીલેન્ડના પૂંછડિયા બેટ્સમેનો પડ્યા ભારે એક સમયે ન્યૂઝીલેન્ડે 153 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ભારત મોટી લીડ લે તેમ લાગતું હતું. પરંતુ પ્રથમ ટેસ્ટની જેમ પૂંછડિયા બેટ્સમેનોએ ભારતીય બોલર્સને મચક આપી નહોતી. જમિસન (49 રન) અને નીલ વેગનર (21 રન)ની જોડીએ 9મી વિકેટ માટે 51 રનની પાર્ટનરશિપ કરી હતી. બીજા દિવસે લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 142 રન હતો.Shami picks up the final wicket of Kyle Jamieson and with that he picks up a 4-wkt haul.
That will be Tea on Day 2 and New Zealand are all out for 235, short by 7 runs. Scorecard - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/BTBijfijup — BCCI (@BCCI) March 1, 2020
કેવો રહ્યો પ્રથમ દિવસ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 242 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી હનુમા વિહારીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા જ્યારે પૂજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટીમ સાઉથી અને ટ્રેન્ડ બોલ્ટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વેગનરે એક વિકેટ ઝડપી હતી.Lunch on Day 2 and what a session it has been for #TeamIndia
New Zealand are 5 wickets down and trail by 100 runs in the 1st innings. Scorecard - https://t.co/VTLQt4iEFz #NZvIND pic.twitter.com/tUymVEaXUN — BCCI (@BCCI) March 1, 2020
પ્રથમ દિવસના અંતે ન્યૂઝિલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા હતા. ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતાThat's Stumps on Day 1 on the 2nd Test.
Fifties by Prithvi, Pujara and Vihari earlier today took #TeamIndia to a 1st innings total of 242 New Zealand: 63/0 trail India by 179 runs. #NZvIND Scorecard ???????? https://t.co/VTLQt4iEFz pic.twitter.com/AD2dYrUems — BCCI (@BCCI) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion