આ પહેલા 1998માં 10માં નંબરનો બેટ્સમેને ભારત તરફથી સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. ટોરન્ટોમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા 180 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં 10 ક્રમે બેટિંગમાં ઉતરેલા જવાગલ શ્રીનાથે 43 રન બનાવ્યા હતા.
2/3
વન ડેમાં 1998 બાદ ભારત તરફથી આજે પ્રથમ વખત 10માં નંબરનો બેટ્સમેન ભારતીય ઈનિંગનો ટોપ સ્કોરર રહ્યો હતો.
3/3
હેમિલ્ટનઃ ચોથી વન ડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી 10 ક્રમે બેટિંગમાં આવેલા યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. જે તેના વન ડે કરિયરનો પણ શ્રેષ્ઠ સ્કોર છે.