શોધખોળ કરો
INDvNZ: ટીમ ઈન્ડિયાની જીતમાં આ 5 ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત
1/7

વિરાટ કોહલીઃ કેપ્ટન કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 94 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદથી 60 રનની ઈનિંગ રમી. આ પહેલાની બંને મેચમાં તે અડધી સદીથી ચુકી ગયો હતો. બીજી વિકેટ માટે રોહિત શર્મા સાથે 113 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાંખ્યો હતો.
2/7

મોહમ્મદ શમીઃ ટેસ્ટ બાદ વન ડેમાં મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આજની મેચમાં તેણે 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ વન ડેમાં પણ તેણે શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. જે માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. ત્રણ મેચમાં બે વખત શમી મેન ઓફ ધ મેચ બન્યો છે.
Published at : 28 Jan 2019 06:36 PM (IST)
View More





















