શોધખોળ કરો

INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત

જાડેજા વન ડેમાં ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરીને સૌથી વધારે ફિફ્ટી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે ફિફ્ટી મારનારા ખેલાડીઓમાં ધોની-કપિલ દેવ સંયુક્ત રીતે બીજા ક્રમે છે.

ઓકલેન્ડઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ટીમ ઈન્ડિયાની 22 રનથી હાર થઈ હતી. મેચ જીતવા 274 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 55 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 52, નવદીપ સૈનીએ 45 રન બનાવ્યા હતા. બીજી વન ડે જીતીને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની લીડ લઈ લીધી છે. પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હાર આપી હતી. હાર સાથે જ ભારતના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે બીજી વન ડે હારવાની સાથે ભારતીય ટીમ સૌથી વધારે વન ડે હારનારી ટીમ બની ગઈ છે. ભારતની વન ડેમાં 423મી હાર હતી. જાડેજાએ ધોનીનો કયો રેકોર્ડ તોડ્યો આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સર્વાધિક સ્કોરર રવિન્દ્ર જાડેજાએ ભારતને 2011નો વર્લ્ડકપ અને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. જાડેજાએ 73 બોલમાં 55 રન બનાવ્યા હતા. જાડેજાની વન ડે કરિયરની સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે આ સાતમી ફિફ્ટી હતી. જેની સાથે જ તેણે  મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ધોની-કપિલ દેવ છ વખત કરી ચુક્યા છે આ કારનામું જાડેજા વન ડેમાં ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરીને સૌથી વધારે ફિફ્ટી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જાડેજાએ વન ડેમાં 12 ફિફ્ટી મારી છે. ધોની અને ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનારો પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે છ-છ ફિફ્ટી મારી ચુક્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સાતમા ક્રમે બેટિંગ કરતી વખતે ફિફ્ટી મારનારા ખેલાડીઓમાં ધોની-કપિલ દેવ સંયુક્ત રીતે બીજા  ક્રમે છે. રોસ ટેલર ફરી બન્યો ન્યૂઝીલેન્ડનો સંકટ મોચક મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 273 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે સર્વાધિક 79 રન બનાવ્યા હતા. રેસ ટેલર 74 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 141 રન હતો ત્યાંથી 41.3 ઓવરમાં 8 વિકેટ પર 197 રન થઈ ગયો હતો. જે બાદ ભારતના બેટ્સમેનો ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને ઓલઆઉટ કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યો હતો. INDvNZ: બીજી વન ડેમાં હાર સાથે ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આ મામલે બની ‘નંબર 1’ ટીમ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Embed widget