શોધખોળ કરો
Advertisement
IND vs SA, 2nd Test: કોહલીના દમ પર ભારતે બનાવ્યા 601 રન, મુશ્કેલીમાં દ.આફ્રિકા, ગુમાવી 3 વિકેટ
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 50મી વખત ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે
પુણેઃ ભારતીય ટીમના બૉલિંગ આક્રમણ સામે દક્ષિણ આફ્રિકન ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ઉમેશ યાદવે બન્ને ઓપનરોને, વળી શમીએ બવુમાને પેવેલિયન મોકલી દીધો છે.
601 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમ મુશ્કેલીમાં આવી ગઇ છે. ઉમેશ યાદવે ડીન એલ્ગર (6) બૉલ્ડ અને એઇડન મારક્રમને (0) એબીડબલ્યૂ આઉટ કર્યો હતો. વળી, મોહમ્મદ શમીએ ટેમ્બા બવુમાને (8) રને સાહાના હાથમાં ઝીલાવી દીધો હતો. ભારતીય બૉલિંગ આક્રમણ સામે ફરી એકવાર આફ્રિકન બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
બીજા દિવસની રમત પૂર્ણ, દિવસના અંતે દક્ષિણ આફ્રિકા ત્રણ વિકેટ ગુમાવીને 36 રન બનાવી શકી છે.
ભારતે પહેલી ઇનિંગ 5 વિકેટ ગુમાવીને 601 રને ડિકલેર કરી દીધી છે. બીજા દિવસના છેલ્લા સેશનમાં જાડેજા આઉટ થતાંની સાથે જ ભારતે ઇનિંગ બ્રેક કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત તરફથી કેપ્ટન કોહલીએ તાબડતોડ બેટિંગ કરતાં ડબલ સેન્ચૂરી (254 રન) બનાવી અને જાડેજાએ આક્રમક અંદાજમાં 91 રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ 3 વિકેટ તથા મહારાજ અને મુતુસામીએ 1-1 વિકેટ ઝડપી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વિરાટ કોહલીએ ફટકારી ટેસ્ટમાં સાતમી ડબલ સેન્ચૂરી.... કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેરિયરમાં સાતમી વાર ડબલ સેન્ચૂરી ફટકારી દીધી છે. ખાસ વાત છે કે, સાતેય ડબલ સેન્ચૂરી કોહલીએ કેપ્ટન તરીકે જ બનાવ્યા છે. કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ડબલ સેન્ચૂરી બનાવનારો પહેલો ખેલાડી અને ટૉપ પર છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા 5 ડબલ સેન્ચૂરી સાથે બીજા નંબર પર છે.Innings Break!#TeamIndia declare their innings after putting a formidable total of 601/5 on the board.#INDvSA pic.twitter.com/sFjqtQMQPO
— BCCI (@BCCI) October 11, 2019
લંચ બાદ ભારતને ચોથો ઝટકો ઉપ-કેપ્ટન અજિંક્યે રહાણે (59 રન) રૂપમાં લાગ્યો હતો. આફ્રિકન સ્પીનર મહારાજે રહાણેને ડીકૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરનુ 26મુ શતક બનાવ્યુ છે, કોહલીએ પોતાની 81મી ટેસ્ટ મેચમાં 138મી ઇનિંગમાં પોતાની 26મી ટેસ્ટ સદી ફટકારી છે.What a player!@imVkohli brings up his 7th Double Hundred ????????#INDvSA pic.twitter.com/vDgOIRhNOW
— BCCI (@BCCI) October 11, 2019
બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે, ભારત તરફથી કેપ્ટન કોહલી અને ઉપકેપ્ટન રહાણે રમતમાં છે. પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કૉર 3 વિકેટે 273 રને પહોંચ્યો હતો. પ્રથમ દિવસે બેટિંગ કરતાં ઓપનર મયંક અગ્રવાલે જબરદસ્ત સદી (108) ફટકારી હતી. ઉપરાંત પ્રથમ દિવસે પુજારા 58 રન અને કોહલીએ 63 રનની દમદાર ઇનિંગ રમી હતી. પ્રથમ દિવસે રોહિત શર્મા 14 રન બનાવીને રબાડાના બૉલ પર આઉટ થઇ ગયો હતો. બાદમાં પુજારા અને મયંક પણ રબાડાના હાથે કેચ આપીને પેવેલિયન ભેગા થયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ ત્રણેય વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની રમતના અંતે વિરાટ કોહલી (63 રન) અને અજિંક્યે રહાણે (18 રન) બનાવીને રમતમાં છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઇ ચૂકી છે.#KingKohli ✌???? pic.twitter.com/x5A2wNZwcM
— BCCI (@BCCI) October 11, 2019
પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019
ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયામાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.That's another fine century from @mayankcricket ???????? pic.twitter.com/6jWSOKwMUg
— BCCI (@BCCI) October 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion