શોધખોળ કરો
INDvsSA: બેંગલુરુમા આજે વરસાદ બની શકે છે વિલન? જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
પૂર્વી મધ્ય અરેબિયન સીમાં લો પ્રેશર રહેશે જેને કારણે અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ અને અંડમાન નિકોબારમાં ભારે વરસાદ વરસી શકે છે.

બેંગલુરુઃ આજે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે સીરિઝની અંતિમ અને ત્રીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચમાં વિજય મેળવીને સીરિઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે. ધર્મશાલામાં રમાનારી આજની મેચમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હાલમાં તમામની નજર હવામાન પર ટકાયેલી છે. પૂર્વી મધ્ય અરેબિયન સીમાં લો પ્રેશર રહેશે જેને કારણે અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ અને અંડમાન નિકોબારમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારતીય ટીમ ત્રણેય મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. આજે બેંગલુરુમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ છે. એવામાં મેચની કેટલીક ઓવર ઓછી કરવામાં આવી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી હતી કે મેચના સમયે આકાશમાં કાળા વાદળો છવાયેલા રહી શકે છે.સાથે હળવો વરસાદ વરસી શકે છે. વરસાદ આવવાની સંભાવના 56 ટકા છે. બીજી ટી-મેચ બાદ પૂર્વ કેપ્ટન અને એનસીએના પ્રમુખ રાહુલ દ્રવિડે કેટલોક સમય ખેલાડીઓ સાથે સમય પસાર કર્યો હતો. તેમણે ખેલાડીઓને સલાહ આપી હતી.
વધુ વાંચો




















