શોધખોળ કરો
Advertisement
ધોનીની નિવૃત્તિને લઈ કોહલીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ધર્મશાળામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી T20 શ્રેણીનો પ્રારંભ થશે. તે પહેલા આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ધર્મશાળામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
કોહલીએ ધોનીની નિવૃત્તિને લઈ કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું, સંન્યાસની વાત તેનો અંગત નિર્ણય હશે. પરંતુ અમે જાણીએ છીએ કે તેનો અનુભવ હંમેશા ટીમને કામ આવે છે. ભારતીય ટીમ આગામી 4-5 સીરિઝમાં નવા ખેલાડીઓનો મોકો આપશે. ધોની વર્લ્ડકપ 2019થી ટીમ ઈન્ડિયાની બહાર છે. વેસ્ટ ઈન્ડિઝ અને હવે સાઉથ આફ્રિકા સામે પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખતાં આગામી સીરિઝમાં ઘરેલુ મેચ અને આઈપીએલમાં સારું પ્રદર્શન કરનારાં ખેલાડીઓને ભારતની સીનિયર ટીમમાં મોકો આપવામાં આવશે. આગામી ટી-20 વર્લ્ડકપ માટે શ્રેષ્ઠ ટીમ તૈયાર કરવાનો અમારો લક્ષ્ય છે.📸📸
Snapshots from #TeamIndia's indoor net session in Dharamsala ahead of the 1st T20I against South Africa.#INDvSA pic.twitter.com/9SxAi9ocOl — BCCI (@BCCI) September 14, 2019
ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચ રવિવારે ધર્મશળામાં રમાશે. બન્ને ટીમો અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રવિવારે આમને સામને ટકરાશે. સીરીઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલી અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. તેના બાદ બન્ને ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે."We want to win every game we play" - @imVkohli #TeamIndia #INDvSA pic.twitter.com/mnisZm8K5Z
— BCCI (@BCCI) September 14, 2019
ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કપ્તાન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વાશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની. 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત ધર્મશાળામાં આવતીકાલે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T-20, આ કારણે ફેન્સ થઈ શકે છે નિરાશ, જાણો વિગતેCaptain @imVkohli addresses the media on the eve of the 1st T20I against South Africa #INDvSA pic.twitter.com/QoTbq0USoO
— BCCI (@BCCI) September 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement