શોધખોળ કરો
Advertisement
IND vs SL 2nd T20: પ્રથમ મેચ રદ થયા બાદ ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં વરસાદ અને આસામ ક્રિકેટ એસોસિએશનની બેદરકારીના કારણે રદ કરી દેવામાં આવી હતી. આ હવે બંને ટીમો આવતીકાલે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે.
ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીમાં વરસાદ અને આસામ ક્રિકેટ એસોસિએશનની બેદરકારીના કારણે રદ કરી દેવામાં આવી હતી. આ હવે બંને ટીમો આવતીકાલે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે.
આ મેદાન પર અત્યાર સુધી એક જ ટી-20 મેચ રમાઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા 22 ડિસેમ્બર, 2017ના રોજ ટક્કર થઈ હતી. આ મેચમાં ભારતનો 88 રનથી વિજય થયો હતો, મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી. ટમ ઈન્ડિયાએ ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 260 રન સુધી પહોંચાડ્યો હતો. ઈન્દોરની વિકેટ પણ બેટ્સમેનો માટે મદદગાર માનવામાં આવે છે.
સીરિઝ જીતવા બંને ટીમોએ બંને T20 જીતવી ફરજિયાત
પ્રથમ T 20 રદ થયા બાદ મેદાન પર બુમરાહ અને ધવનની વાપસીનો ઇંતજાર લંબાયો છે. પ્રથમ મેચમાં પણ આ બંને પર ફોકસ હતું. શ્રેણીની બાકી બંને ટી-20 મેચમાં ટીમો પાસે પ્રયોગ કરવાનો વિકલ્પ નહીંવત રહેશે. કારણકે સીરિઝ જીતવા બંને ટીમોએ બંને ટી-20 જીતવી ફરજિયાત છે.
1 રન બનાવતાં જ કોહલીના નામે નોંધાઈ જશે મોટો રેકોર્ડ
વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલમાં એક મોટા રેકોર્ડથી માત્ર એક રન જ દૂર છે. રવિવારે શ્રીલંકા સામે ટી-20 સીરિઝની પ્રથમ મેચમાં એક રન બનાવતાં જ કોહલી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાંખશે. કોહલી 1 રન બનાવવાની સાથે જ રોહિત શર્માને પાછળ રાખીને T20Iમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર છે.
શ્રીલંકા સામે કેવો છે કોહલીનો રેકોર્ડ ?
વિરાટ કોહલીએ શ્રીલંકાએ સામે અત્યાર સુધીમાં માત્ર 4 ટી20 મેચ રમી છે. આ ચારેય મેચમાં તેણે ફિફ્ટી ફટકારી છે. 4 ઈનિંગમાં 94.33ની શાનદાર એવરેજથી કોહલીએ કુલ 283 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 82 રન છે.
શ્રીલંકા સામે T20 સીરિઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમ
વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયર ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર
ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો
આ દિગ્ગજે કહ્યું- હું સિલેક્ટર હોત તો ધવનને T-20માં સ્થાન જ ન આપત, જાણો વિગત
પ્રશાંત કિશોર અને કનૈયા કુમારને ફોર્બ્સમાં સ્થાન, ગણાવ્યા આગામી દશકના નિર્ણાયક ચહેરા
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement