શોધખોળ કરો
Advertisement
INDvsSL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાનો 78 રનથી વિજય, 2-0થી જીતી સીરિઝ
શિખર ધવન અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા બન્ને અડધી સદી ફટકારી હતી.
પુણે: ભારતે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાને 78 રનથી હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબ્જો કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 6 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 201 રન બનાવ્યા છે અને શ્રીલંકાને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 15.5 ઓવરમાં 123 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ગોવાહાટીની પ્રથમ ટી20માં વરસાદ વિલન બનતા મેચ ધોવાઇ ગઇ હતી, વળી બીજી ટી20 ભારતે જીતી લીધી હતી.
શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ 57 અને એન્જલો મેથ્યુઝે 31 રન કર્યા હતા. જ્યારે ભારત માટે નવદીપ સૈનીએ 3, શાર્દુલ ઠાકુર અને સુંદરે 2-2 વિકેટ અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.
આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ટીમ ઈન્ડિયાને આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરતા 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. ત્યારબાદ તે સંદકનની બોલિંગમાં પરેરા દ્વારા સ્ટમ્પ થયો હતો. શિખર ધવન પણ સંદકનની બોલિંગમાં ગુણાતિલકાના હાથે કેચ આઉટ થયો હતો. ધવને 36 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. મનીષ પાંડે 31 રન અને શાર્દુલ 22 રન બનાવી અણનમ રહ્યાં હતા. જ્યારે સંજુ સેમસન 6 રને , સુંદર 0 રને આઉટ થયો હતો. જ્યારે કોહલી 26 રન બનાવી રન આઉટ થયો હતો.
ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા હતા. સંજુ સેમસન, મનીષ પાંડે અને યૂઝવેન્દ્ર ચહલને ઋષભ પંત, શિવમ દુબે અને કુલદીપ યાદવની જગ્યાએ તક આપી હતી. ભારતીય ટીમઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકૂર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની,Another clinical display from #TeamIndia to clinch the series ????????#INDvSL pic.twitter.com/t2sABuvgAB
— BCCI (@BCCI) January 10, 2020
3rd T20I. Sri Lanka XI: D Gunathilaka, WIA Fernando, MDKJ Perera, O Fernando, A Mathews, D Shanaka, D de Silva, W Hasaranga, L Sandakan, L Malinga, L Kumara https://t.co/AVxq9gsEuY #IndvSL @Paytm3rd T20I. India XI: KL Rahul, S Dhawan, V Kohli, S Iyer, M Pandey, S Samson, W Sundar, S Thakur, Y Chahal, J Bumrah, N Saini https://t.co/AVxq9gsEuY #IndvSL @Paytm
— BCCI (@BCCI) January 10, 2020
— BCCI (@BCCI) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement