શોધખોળ કરો
INDvsWI: વેસ્ટ ઇન્ડિઝ સામે આજે બીજી T20, જાણો કેટલા વાગ્યે કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાશે.

તિરુવનંતપુરમ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચ આજે તિરુવનંતપુરમમાં રમાશે. પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયા 6 વિકેટે વિન્ડિઝને હરાવ્યું હતું. એવામાં વિરાટ બ્રિગેડની નજર સીરિઝ જીતવા પર રહેશે. સાથે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત આઠમી વખત ટી20 જીતવાનો પ્રયાસ રહેશે. નવેમ્બર 2018થી અત્યાર સુધી ભારતે વિન્ડિઝ સામે સાત મેચ રમી છે અને આ તમામ મેચોમાં જીત મેળવી છે.
પ્રથમ ટી20 માં વિરાટ કોહલી અને લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી હતી. વિરાટે ટી20 કેરિયરમાં સર્વશ્રેષ્ઠ 94 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો. જ્યારે રાહુલે 62 રન બનાવ્યા હતા.
બીજી ટી20 ભારતમાં સાંજે 7 વાગે શરૂ થશે, જેનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર દેખાડવામાં આવશે, Star Sports 1 SD/HD, Star Sports 1 Hindi SD/HD પર લાઇવ બ્રૉડકાસ્ટિંગ થશે. ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પણ લાઇવ મેચ જોઇ શકાશે. ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનિષ પાંડે વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- ફેબન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, ઇવિન લૂઇસ, શેરફેન રદરફોર્ડ, શિમરન હેટમેયર, ખેરી પિયરે, લિન્ડસ સિમન્સ, જેસન હૉલ્ડર, કીરોન પોલાર્ડ, હેડેન વૉલ્શ, કીમો પૉલ, નિકોલસ પૂરન, કેસરિક વિલિયમ્સ.A captain's knock by @imVkohli as India win the 1st T20I by 6 wickets. #INDvWI #TeamIndia pic.twitter.com/osg63znNEn
— BCCI (@BCCI) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
ગેજેટ
Advertisement
